રાજકોટ શહેરના રિંગ રોડ-2 પર સ્ટીમ્બરમાં બનાવેલી લાકડાની રેસ્ટોરન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. રેસ્ટોરન્ટમાં આગ લાગવાના પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટના રિંગ રોડ-2 પર સ્ટીમ્બરમાં બનાવેલી રેસ્ટોરન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. વિકરાળ આગ લાગવાના પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. લાકડાના સ્ટીમ્બરમાં રેસ્ટોરન્ટ બનાવવામાં આવી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. બનાવની જાણ થતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં 5 જેટલા ફાયર ટેન્ડરની મદદથી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે ભારે જહેમત સાથે આગને કાબુમાં લેવામાં સફળતા મળે તે પહેલા જ આખી રેસ્ટોરન્ટ બળીને ખાખ થઇ ગઇ હતી. સ્ટીમ્બર રેસ્ટોરન્ટમાં ક્યાં કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાય નથી.