રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં પાંચ કોરોના દર્દી જીવતા હૉમાયા બાદ હવે તંત્ર સફાળુ જાગી ગયુ છે. અને જુદી જુદી હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન થઇ રહ્યું છે.
મોકડ્રીલ અંગેની વિગત મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે ઓમ હેલ્થ કોવિડ હોસ્પિટલના તબીબે ફોન કરી જાણકારી આપી હતી કે હોસ્પિટલના જનરલ રૂમમાં આગ લાગી છે અને બેથી ત્રણ લોકો ફસાયા છે. માહિતી મળતા જ જેતપુર તાલુકા ઇન્સપેક્ટર પી.જી.બાટવાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ ત્રણ થી ચાર મિનિટમાં જ હોસ્પિટલે પહોંચી ગયો હતો.
ઘટના સ્થળને કોડર્ન કરી જનરલમાં રહેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે ફાયર બ્રિગેડનો કાફલો પણ હોસ્પિટલે પહોંચી ગયો હતો. આઠેક મિનિટના સમયગાળામાં ફાઇર એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાની ટીમ અને પોલીસ કંટ્રોલરૂમ તરફથી કયુઆરટીની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગી ગઇ હતી. હોસ્પિટલના એક પુરુષને સ્ટ્રેચરમાં બેસાડી લાવવામાં આવેલ તેમજ બે પુરૂષોને ફાયર બ્રિગેડના જવાનોએ ખંભે બેસાડી સુરક્ષીત રીતે બહાર લાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન હોસ્પિટલમાં રહેલા અગ્નિશામક સાધનોનો પણ પ્રયોગ કરાયો હતો. પોલીસ દ્વારા પણ તૈયાર રાખવામાં આવી હતી અને મોકડ્રીલ સફળ રહ્યાનો સંદેશો અપાયો હતો.