રાજકોટ: એઇમ્સ હોસ્પિટલના આજે 50 વિદ્યાર્થીની પ્રથમ બેચના શ્રીગણેશ, CM રૂપાણીએ ઇ-શુભારંભ કરાવ્યો

રાજકોટ: એઇમ્સ હોસ્પિટલના આજે 50 વિદ્યાર્થીની પ્રથમ બેચના શ્રીગણેશ, CM રૂપાણીએ ઇ-શુભારંભ કરાવ્યો
New Update

50 વિદ્યાર્થીને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે આજથી અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષય એનાટોમી, ફિઝિયોલોજી અને બાયો કેમિસ્ટ્રીનો અભ્યાસ કરાવાશે

publive-image

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને એઇમ્સ હોસ્પિટલની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી આજથી મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ શરૂ કરવામાં આવી છે. આજે શરૂ થતી પ્રથમ બેચમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઈ-શુભારંભ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરના સ્વાગત માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને ત્રણ વિષયનો અભ્યાસ કરાવામાં આવશે

આજથી શરૂ થયેલી એઇમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે આજથી અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફિઝીયોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં જગ્યાની ફાળણી કરવામાં આવી છે.

પ્રથમ બેચ માટે 17 જેટલા પ્રોફેસરોની નિમણૂક કરાઈ

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટ-જામનગર હાઇવે પર ખંઢેરી ગામ ખાતે 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે એઇમ્સ હોસ્પિટલની મેડિકલ કોલેજનું શિક્ષણ કાર્ય આજથઈ શરૂ કરવામાં આવ્યું છે. મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની બેચથી કરવામાં આવી છે. આ માટે 17 જેટલા પ્રોફેસરોની નિમણુક પણ કરવામાં આવી છે.

#AIIMS #Conenct Gujarat #Medical Collage #Rajkot Gujarat #AIIMS Medical Collage #Anotomy #Biochemistry #Medical Collage Gujarat #Physiology #Rajkor AIIMS #Rajkot AIIMS Medical Collage
Here are a few more articles:
Read the Next Article