રાજકોટ : જેતપુર માર્કેટીંગ યાર્ડના બદલે ખેડુતો હવે ઓપન બજારમાં વેચી રહયાં છે મગફળી

New Update
રાજકોટ : જેતપુર માર્કેટીંગ યાર્ડના બદલે ખેડુતો હવે ઓપન બજારમાં વેચી રહયાં છે મગફળી

જેતપુરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વહેંચવાને બદલે ઓપન માર્કેટમાં વહેંચવાનું વધારે પસંદ કરી રહ્યા છે કેમ કે બજારમાં મગફળીના સારા ભાવ ખેડૂતો ઓપન માર્કેટમાં મળી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા હાલ ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ છે જેમના મહત્તમ ભાવ સરકાર દ્વારા 1055 નક્કી કરાયા છે. બીજી તરફ ઓપન માર્કેટની અંદર પણ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે ત્યારે ખેડૂતો હાલ પ્રથમ પસંદગી ટેકાના ભાવે વહેંચવાને બદલે ઓપન માર્કેટ માં વેચવાનું વધારે પસંદ કરી રહ્યા છે. કારણ કે ખેડૂતોનું કહેવું છે કે મગફળી ની સારામાં સારી ગુણવત્તા હોય તો તેમને 1055 રૂપિયા જ મળે છે જ્યારે માર્કેટની અંદર એમને સારી મગફળીના મહત્તમ ભાવ મળી રહ્યા છે.

વધુમાં ખેડુતોએ જણાવ્યું હતું કે, સરકારમાં જ્યારે મગફળી વહેંચવામાં આવે છે ત્યારે પેમેન્ટ ની પ્રક્રિયા લેટ હોય છે તો બીજી તરફ ઓપન માર્કેટની અંદર જ્યારે ખેડૂતો કહે છે ત્યારે તેમને પૈસા મળી જતા હોય છે આથી ખેડૂતો પ્રથમ પસંદગી હાલ ટેકાના ભાવે વહેંચવાને બદલે ઓપન માર્કેટ મા વેચવાનું પસંદ કરી રહ્યા છે ટેકા ના ભાવે ખરીદી થાય છે તેમાં વધારે ખેડુતો ની મગફળી રિજેક્ટ થાય છે પરિણામે તમને મગફળી લઇ આવવાની મજૂરી માથે પડે છે અને સાફ કરેલ મગફળી જે ઓપન માર્કેટમાં તરત વેચાય જાય તેવી મગફળીને માર્કેટયાર્ડમાં સાફ કરાવે છે જેથી ખેડુતો ને વધારે મહેનત કરવી પડે છે.

Latest Stories