રાજકોટ : જેતપુરના કરણે રાજ્યભરમાં જીઇટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો, બન્યો ટોપર

New Update
રાજકોટ : જેતપુરના કરણે રાજ્યભરમાં જીઇટીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો, બન્યો ટોપર

રાજકોટ જીલ્લાના જેતપુરના ખાંટ રાજપૂત સમાજના એક યુવકે ગુજરાત અને જેતપુરનું નામ રોશન કર્યું છે. પછાત સમાજમાં થી આવતા કરણ ગુજરાતીએ દેશમાં લેવાતી મુશ્કેલ પરીક્ષા GET પાસ કરી અને ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો છે. તો દેશમાં 11 મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા યુવકે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત તેમજ જેતપુરનું નામ રોશન કર્યું છે. કરણ રમેશભાઈ ગુજરાતીએ વર્ષ 2021 ની GET ની પરીક્ષા આપી હતી જેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી સૌને ચોંકાવી દીધા છે. દીકરાએ રાજ્યભરમાં પ્રથમ તેમજ દેશભરમાં અગિયારમો ક્રમાંક પ્રાપ્ત કરતાં પરિવારમાં ગર્વની લાગણી અનુભવાઈ છે.

GET એ ભારત દેશ અને 11 જેટલા અન્ય દેશોમાં લેવાતી ઉચ્ચ કક્ષાની પરીક્ષા છે અને તે પાસ કરનાર યુવકોને સરકારની ઉચ્ચ કક્ષાની કંપનીમાં વહીવટી અને પ્રથમ હરોળના અધિકારી તરીકે નોકરીની તક મળે છે. જે હોદ્દા ઉપર પોહોચતા સામાન્ય વ્યક્તિ કે IIT મેં MBA થયેલા ને 10 થી 15 વર્ષ લાગે છે તે હોદ્દા પર GET પાસ કરેલ વ્યક્તિ તરત જ પોહોંચેં છે. આ પરીક્ષા ખુબજ મુશ્કેલ હોય છે. આ પરીક્ષા પાસ કરવી કરણ નું સ્વપ્નું હતું કારણ કે કરણ એન્જિનિયર બનીને જ્યાં નોકરી કરતો હતો ત્યાં ઉચ્ચ અધિકારીઓને જોઈ પ્રેરણા લીધી હતી. અને પછી તે GET ની પરીક્ષા પાસ કરવા માટે મહેનતમાં લાગી ગયો હતો. પરિવારના પ્રોત્સાહનથી અંતે મહેનતનું પરિણામ મળ્યું અને ગુજરાતભરમાં પ્રથમ નંબર હાંસિલ કરી રાજ્ય અને પરિવારનું નામ રોશન કર્યું છે.

કરણ એ સૌરાષ્ટ્રના ખાંટ રાજપૂત સમાજમાંથી આવે છે જે શૈક્ષણિક રીતે પછાત ગણાય છે. મધ્યમવર્ગમાંથી આવતા યુવકે સફળતા મેળવી માતા પિતાના સપનાને સાકાર કર્યું છે. કહેવત છે કે મન હોય તો માળવે જવાય માટે જો મન થી નક્કી કરીલો તો કોઈ કામ અઘરું નથી ત્યારે કરણ એક ઉદાહરણ છે કે જો મહેનત અને મન હોય તો કોઈ સીમા ઓ બાંધી શક્તિ નથી અને સફળતા ચોક્કસ મળે છે.

Latest Stories