રાજકોટ : મોટી પાનેલીમાં માળખાકીય સુવિધાઓનો અભાવ, જુઓ મહિલાઓએ કેવી રીતે કર્યો વિરોધ

New Update
રાજકોટ : મોટી પાનેલીમાં માળખાકીય સુવિધાઓનો અભાવ, જુઓ મહિલાઓએ કેવી રીતે કર્યો વિરોધ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં માળખાકીય સુવિધાઓના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. ગામની મહિલાઓએ થાળીઓ ખખડાવી કુંભ કર્ણની નિંદ્રા માણી રહેલાં તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

ઉપલેટા તાલુકામાં આવેલું મોટી પાનેલી ગામ કે જ્યાં અંદાજિત 12 હજાર લોકોની વસતી છે. ગામમાં રહેતા લોકોનું કહેવું છે કે આ ગામની અંદર ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો ખૂબ અભાવ છે. અહીં રોડ - રસ્તાઓ ખરાબ છે, ગટરો ખુલી છે અને આ ખુલ્લી ગટરમાંથી ગંદા પાણી  પણ ઉભરાઈ છે. આ બાબતે કલેકટર સુધી રજુઆતો કરવા છતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. 

અમુક વિસ્તારોમાં ગટરો માટેના પાઇપ તો નંખાય છે પણ બુરાયા પણ નથી. આવા ખુલ્લા પાઇપ ને કારણે અહીંથી પસાર થતા લોકો અને બાઈક સવારો લપટીને પડે છે. આ તંત્રની બેદરકારીનો ભોગ એક મહિલા પણ બની છે જેને ગંભીર ઈજાઓ પણ થયેલ છે અને હાલ તે તકલીફ ભોગવી રહી છે. મોટી પાનેલી પાસે ફુલઝર ડેમ આવેલ છે જે હાલ ઓવરફલો થઈ રહ્યો છે ત્યારે અહી આજે પણ ચાર થી પાંચ દિવસ પાણી અપાઈ છે. આવું સમસ્યાઓથી ત્રાહિમામ પોકારીને મહિલાઓ દ્વારા થાળી વગાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓનું કહેવું છે કે પંચાયત તરફથી ગામમાં કોઈ સ્વચ્છતાની કામગીરી કરવામાં આવતી જ નથી જેને કારણે ઠેર ઠેર ગંદકી પણ ફેલાઈ રહી છે અને લોકો  બિમાર પડી રહયાં છે.

Latest Stories