રાજકોટ: પેટ્રોલપંપના કર્મચારીને છરીના ઘા ઝીંકી કરાય રૂ.22 લાખની લૂંટ, જુઓ શું થયો ખુલાસો

રાજકોટ: પેટ્રોલપંપના કર્મચારીને છરીના ઘા ઝીંકી કરાય રૂ.22 લાખની લૂંટ, જુઓ શું થયો ખુલાસો
New Update

રાજકોટ ચોટીલા નેશનલ હાઇવે પર ચોટીલાથી થોડે દુર બોરીયાનેશ પાસે કારમાં આવેલા અજાણ્યા લુટારૂઓએ પેટ્રોલપંપના કર્મચારીને છરીના ઘા ઝીંકી અને રૂપિયા 22.44 લાખની લુટ કરી ભાગી છુટતા ચકચાર મચી જવા પામી હતી....જેથી પોલીસે સઘન તપાસ કરતા કંપની માજ કામ કરતા કર્મચારી સહિત ત્રણ આરોપીઓની અટક કરી લુટનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની પુછપરછ હાથ ધરી.....

રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલ પેટ્રોલપંપનો કર્મચારી પાટામાં ચાલતી ઇકો કારમાં બેસી અને બેન્કમાં કેશ ભરવા જઈ રહ્યો હતો ત્યારે હજુ ઇકો કાર થોડી જ દુર પહોચી હતી ત્યારે એક સફેદ કલરની કારે કર્મચારી બેસેલ કારને આંતરી અને કારનો દરવાજો ખોલી અને કર્મચારી પાસે રહેલ રોકડા રૂપિયાનો થેલો ઝુટવી અને કર્મચારી પર બાવડાના હાથે છરીના ઘા ઝીંકી અને ફક્ત બે મીનીટમાં રૂપિયા 22.44 લાખની લુટને અંજામ આપી અને નાશી છુટયા હતા.....અને કર્મચારી મયુર રાઠોડને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.....ઘટનાની જાણ પોલીસને કરતા DYSP SOG LCB તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહોચીયો હતો અને જિલ્લાભરમાં નાકાબંધી કરી આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા...અને CCTV ફુટેજ ચેક કરવાની કવાયત હાથ ધરી હતી.....પોલીસે તપાસ હાથ ધરતા પેટ્રોલપંપનો કર્મચારી મયુર રાઠોડ રોજ બે થી ત્રણ લાખ જેવી રકમ રોજ બેંકમાં ભરવા જાય છે પરંતુ શનિવાર અને રવિવાર બે દિવસના રૂપિયા સાથે હોઇ 22.44 લાખ જેવી રકમ લઈ અને કર્મચારી બેંકમાં ભરવા જતો હતો ત્યારે જ આ ઘટના બની હતી પોલીસે હાઇવે પરના CCTV ફુટેજ તપાસતા લુટારૂઓની કાર દેખાતી ન હતી જેથી આરોપીઓ ગ્રામ્ય રસ્તાઓ તરફથી નાશી છુટયા હોઇ અને આ ઘટનામાં કોઇ જાણ ભેદુ હોઇ તેવી પણ આશંકાઓ જોવાઇ રહી છે.....પોલીસે ભોગ બનનાર યુવક મયુર રાઠોડની પુછપરછ કરતા આરોપીઓ એક કાળા કાચ વાળી કારમાં આવ્યા હતા અને તે કાઇ સમજે તે પહેલા તેના પર છરીના ઘા ઝીંકી રૂપિયા 22.44 લાખ ભરેલો થેલો ઝુટવી અને લુટને અંજામ આપી અને નાશી છુટયા હતા....જેથી પોલીસ પોતાના બાતમીદારો અને શંકમદોની પુછપરછ કરી આરોપીઓ સુધી પહોંચવા મથામણ કરી રહી હતી.... આ ઘટનામાં કોઇ જાણભેદુ છે કે પછી કોઇ સક્રીય લુટારૂ ગેંગ સામેલ હોઇ તેવી પોલીસને શંકાને આધારે પોલીસે તપાસ કરતા cctv માં એક કાળા કાચ વાળી સફેદ કાર દેખાતા તપાસ હાથ ધરી હતી પરંતુ આરોપીઓ જાણભેદુ હોઇ અને પ્રી પ્લાનથી આ લૂટને અંજામ આપેલ હોઇ પોલીસે સઘન તપાસ હાથ ધરતા હુમન શોર્સીસથી મળેલ બાતમીના આધારે પોલીસે રાજકોટના ચંદ્રપ્રકાશ કોટાઇ ની અટક કરી અંગ જતી લેતા તેની પાસેથી રોકડા 60 હજાર મળી આવ્યા હતા જેથી કડકાઈથી પુછપરછ કરતા તેણે આ લૂટને અંજામ આપ્યાની કબુલાત આપી તેની સાથે આરોપી પ્રવિણ બળદેવભાઇ સેણેજીયા અને પેટ્રોલપંપની કંપનીમાં કર્મચારી તરીકે આરોપી થાનગઢના રાહુલ ઉર્ફે રોય હિંમતભાઇ પરમાર એ સાથે મળી રૂપિયા 22.44 લાખની લૂટ કર્યાની કબુલાત આપી હતી...આરોપી કર્મચારીને ખબર હતી કે શનિવાર અને રવિવાર બાદ સોમવારે કેસ વધુ હોઇ છે તેમજ જયારે કેશીયર હાજર ન હોઇ ત્યારે આરોપી રાહુલ ઉર્ફે રોય કેશ ભરવા જતો હતો જેથી તેણે અન્ય સાગરીતો સાથે મળી અને લૂટને અંજામ આપ્યો હતો....આરોપીઓ એટલા સાતીર હતા કે લૂટને અંજામ આપવા પહેલા તેઓના મોબાઇલ કોઇ વકીલની ઓફીસમાં ગોંડલ મુકી આવ્યા હતા જેથી તેઓનુ લોકેશન પકડાઇ નહી તેમજ લુટને અંજામ આપવા પહેલા રાત્રી ચોટીલા રોકાણ કરી રેલી કરી અને રૂપિયા ભરવા જતા કર્મચારીને રોકી છરીના ઘા મારી અને 22.44 લાખની લૂટ કરી અને ગ્રામ્ય માર્ગ પરથી નાશી ગોંડલ ભાગી ગયેલ અને ત્યાથી પંજાબ અને ગોવા ફરવા ગયા હતા અને લુટની રકમ માંથી ટુકડો જીપ કાર રૂપિયા 4.50 લાખમાં ખરીદ કરી હતી અને જલ્સા કર્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી હાલ લૂટના રૂપિયા રોકડા 11.50 લાખ કાર, જીપ, મોબાઇલ સહિત રૂપિયા 23.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપીઓએ અગાઉ પણ થાનગઢ ગામે પણ છરી બતાવી રૂપિયા 47 હજારની લૂટ કર્યાની કબુલાત આપી છે....હાલ પોલીસ આરોપીઓની આગવી ઢબે પુછપરછ કરી રહી છે કે આરોપીઓએ કયા અને કેટલી કેટલી લૂટને અંજામ આપ્યો છે.....હાલ આરોપીઓ (1) ચંદ્રપ્રકાશ કોટાઇ રે. રાજકોટ (2) પ્રવિણ બળદેવભાઇ સેણજીયા રાજકોટ (3) કર્મચારી રાહુલ ઉર્ફે રોય હિંમતભાઇ પરમાર થાનગઢ ને પુછપરછ કરી હવે કેટલી લુટના રાજ ખોલાવી છે તે જોવુ રહ્યુ ......

#Rajkot #Connect Gujarat #robbed #stabbed #Happened #Petrol pump employee #Rs 22 lakh
Here are a few more articles:
Read the Next Article