રાજકોટ : રેલનગરમાં ભર શિયાળે આવી “રેલ”, લોકોના ઘરમાં ઘૂસ્યા ગંદા પાણી

New Update
રાજકોટ : રેલનગરમાં ભર શિયાળે આવી “રેલ”, લોકોના ઘરમાં ઘૂસ્યા ગંદા પાણી

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાંથી પસાર થતી ભૂગર્ભ ગટરલાઇનમાં ભંગાણસર્જાયું છે. જેના કારણે આ વિસ્તારમાં રહેતા ઘણા લોકોના મકાનમાં ગટરનું ગંદુ પાણી પ્રવેશી ગયું હતું, ત્યારે મનપાની ઘોર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી ઋષિકેશ પાર્ક મેઇન રોડ પર ભૂગર્ભ ગટર યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. જેના કારણે અનેક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકો હેરાન પરેશાન થયા છે. લોકોએ ગટરનું દુર્ગંધ મારતું પાણી પોતાના ઘરમાં આવતા રોકવા માટે રેતીથી ભરેલી કોથળીઓની આડશ કરવાની ફરજ પડી હતી. ભૂગર્ભ ગટરની પાઇપલાઇન તૂટતા રોડ-રસ્તા પર નદીના જેમ પાણી ફરી વળ્યું હતું. જેથી ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. એક સમયે રાજકોટવાસીઓમાં મનપાની બેદરકારી પ્રત્યે ઘણા સવાલો પણ ઉઠ્યા હતા, ત્યારે હાલ મનપા દ્વારા ભૂગર્ભ ગટરના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Latest Stories