Connect Gujarat
ગુજરાત

વડોદરા બાદ રાજકોટ માં સર્વત્ર પાણી પાણી

વડોદરા બાદ રાજકોટ માં સર્વત્ર પાણી પાણી
X

એક દિવસનાં વિરામ બાદ આજે ફરી શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.રાજકોટમાં અત્યાર સુધીમાં 1 ઈંચ વરસાદપડ્યો છે. ગીર ગઢડા પંથકમાં વહેલી સવારથી જ વરસાદ મન મૂકીને વરસ્યો હતો. ગીર ગઢડા પાસે ફરેડા રોડ પરથી પસાર થતાં ઝરણાનું પાણી રોડ પર ફરી વળ્યું છે. જ્યારે મેંદરડામાં સતત ચોથા દિવસે એક કલાકમાં 2થી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લઈને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો ગિરનાર પર ધોધમાર વરસાદ પડતાં સોનરખ નદીમાં પૂર આવ્યું હતું. આ સાથે જ ભારે વરસાદનાં પગલે દામોદર કુંડ પાસે એક ગાય પણ ફસાઈ હતી.જેને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ગોંડલ પંથકમાં 2થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટ જિલ્લાનાં ગોંડલ પંથકમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. શીવરાજગઢ, બંધિયા, શ્રીનાથગઢ, દેરડી(કુંભાજી) અને વસાવડા સહિતના અનેક ગામોમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે નવાગામ અને લીલાખામાં ચાર ઇંચ વરસાદ નોંધાતા સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદને લઈને વસાવડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. આ સાથે જ અરજણસુખ, સજાડયાળી, માંડલકુંડલા, વિજીવડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.ડાયવર્ઝન ઉપર નદીના પાણી ફરી વળતાં ગોંડલથી દેરડી(કુંભાજી), મોટી કુંકાવાવ, બગસરા જતાં માર્ગનો વાહનવ્યવહાર ખોરવાયો છે.

Next Story