કલાવાડ રોડ સ્થિત TRP ગેમઝોનમાં ભીષણ આગ
આગની ઘટનામાં 24 લોકોના કમકમાટીભર્યા મોત
બનાવન પગલે જિલ્લાભરનો ફાયર કાફલો ઘટના સ્થળે
ગેમિંગ ઝોનને જગ્યા ભાડે આપનાર ઈસમ ફરાર થયો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આપ્યા બચાવ કામગીરીના આદેશ
મનપા અને તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના
રાજ્યમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. રાજકોટ જિલ્લામાં કાલાવડ રોડ પર મોટી આગ લાગી હતી. TRP ગેમઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમઝોનમાં આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં જોતરાયું હતું. આખું ગેમઝોન આગમાં બળીને ખાખ થઇ ગયું છે. રાજકોટમાં આગઝરતી ગરમી વચ્ચે TRP ગેમઝોનમાં આગ ભભૂકી ઉઠતા મોતની ચિચિયારીઓ ગુંજી હતી. કારણ કે, તેમાં અનેક માસૂમો ફસાઈ ગયા હતા.
આગ એટલી નિકરાળ હતી કે, 5 કિલોમીટર સુધી તેના ધુમાડા જોવા મળ્યા અને ફરી એકવાર સુરતના તક્ષશિલા કાંડની યાદો તાજી થઈ ગઈ છે. તેવામાં રાજકોટમાં 24 જિંદગીઓ હોમાઈ ગઈ છે. તો બીજી તરફ, રાજકોટમાં ગેમિંગ ઝોનને જગ્યા ભાડે આપનાર મનિષ પ્રજાપતિ ફરાર થયો છે. ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ નામના વ્યક્તિને ગેમઝોન માટે જગ્યા ભાડે આપવામાં આવી હતી. અત્રે જણાવી દઈએ કે, TRP ગેમઝોન દુર્ઘટનામાં મૃત્યુઆંક 24 થયો છે. ગેમિંગ ઝોનમાં આગ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે. તમામ ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે. આ સાથે જ આ મામલે SITની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.