રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ગઈકાલે લાગેલી આગમાં બાળકો સહિત 28 થી વધુ લોકો આગમાં હોમાયા છે અને હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. રાજકોટમાં બેદરકારીના દાવાનળમાં અનેક પરિવારો હોમાયા છે અને આ ગેમિંગ ઝોન દુર્ઘટનામાં સાંગણવાના વિરેન્દ્રસિંહનો પરિવાર પણ વિખેરાયો છે.
રાજકોટ અગ્નિકાંડમાં દુર્ઘટનામાં એક જ પરિવારના 7 સભ્યો બન્યા ભોગ બન્યા હતા જેમાંથી 5 સભ્યો હાલ લાપતા છે. સાંગણવા ગામના વિરેન્દ્રસિંહ તેમના પત્ની, પુત્ર અને સાઢુના બાળકો સાથે ગેમિંગ ઝોનમાં ગયા હતા, જ્યાં એમના આ પરિવારનો માળો વિખેરાય ગયો છે. અચાનક ગેમિંગ ઝોનમાં આગ લાગી ત્યારે વિરેન્દ્રસિંહ તો સલામત સ્થળે હતા પરંતુ બાળકો આગમાં ફસાયેલા હોવાથી તેઓ એમને બચાવવા માટે ઉપર ગયા હતા. પરિવારને બચાવવા જતાં વિરેન્દ્રસિંહ પણ આગકાંડનો ભોગ બન્યા હતા. આ પરિવારના બે સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને 5 સભ્યો હાલ ગુમ છે.