રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે જયેશ બોઘરાને રિપીટ કરાયા

ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપના જ બે પૂર્વ મંત્રીના જૂથ દ્વારા લોબિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચેરમેન પદ માટે વર્તમાન પ્રમુખ જયેશ બોઘરાને રિપીટ કરાવવા રાદડિયા જૂથે લોબિંગ કર્યું હતું.

New Update
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચૂંટણી

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં આવતા બળવાની શક્યતા વચ્ચે ફરી એક વખત રાદડિયા જૂથનો દબદબો યથાવત રહ્યો છે. આજે ચેરમેન પદ પર જયેશ બોઘરાને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે વાઇસ ચેરમેન પદ પર વિજય કોરાટની નિમણૂંક કરવામાં આવી છે. રૈયાણી જૂથે સાવલિયા માટે તો રાદડિયા જૂથે બોઘરા માટે લોબિંગ કર્યું હતું..

જયેશ બોઘરા

નવ નિયુક્ત ચેરમેન જયેશ બોઘરા

ઉલ્લેખનીય છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની પ્રથમ અઢી વર્ષની મુદત પૂરી થતાં ચૂંટણી કરવામાં આવી હતી. આ ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપના જ બે પૂર્વ મંત્રીના જૂથ દ્વારા લોબિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ચેરમેન પદ માટે વર્તમાન પ્રમુખ જયેશ બોઘરાને રિપીટ કરાવવા રાદડિયા જૂથે લોબિંગ કર્યું હતું. જ્યારે અરવિંદ રૈયાણી જૂથ દ્વારા ચેરમેન તરીકે સહકારી આગેવાન પરસોતમ સાવલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમાં પહેલેથી જ જયેશ બોધરાનું પલડું ભારે માનવામાં આવતું હતું અને એ મુજબ આજે પ્રદેશ ભાજપના મેન્ડેટ મુજબ ચેરમેન પદ પર જયેશ બોઘરાને રિપીટ કરવામાં આવ્યા છે.

 

Latest Stories