/connect-gujarat/media/post_banners/ad8faee8bb6da74edf0e6a11063dd6764572d324381450bf5b9330574c82f546.jpg)
માનવતાને શર્મસાર કરતો કિસ્સો રાજકોટમાં બન્યો હતો, ચાર વર્ષની બાળકીને પાડોશીએ લિફ્ટમાં સ્ટીલની બોટલ ફટકારી મારકૂટ કરી હતી. બાળકીના પગ પર પોતાનો પગ રાખીને ધમકાવી હતી.માધાપર ચોકડી પાસેના સુંદરમ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા, મહિલાએ પોલીસ સમક્ષ સીસીટીવી ફૂટેજ રજૂ કર્યું હતું, ફૂટેજ જોઇ પોલીસ અધિકારી પણ સમસમી ગયા હતા, એપાર્ટમેન્ટની લિફ્ટમાં ચારવર્ષની બાળકીને એ જ એપાર્ટમેન્ટના આઠમા માળે રહેતો રવિ સોની બેરહેમીથી માર મારતો હતો તે કેમેરામાં કેદ થઇ ગયું હતું. રવિ સોની માનસિક વિકૃતિમાં આવું કૃત્ય આચર્યાનું પોલીસે કહ્યું હતું. પોલીસે રવિને ઉઠાવી લઇ તેની આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.