રાજકોટ : સ્માર્ટ સિટી વિસ્તારમાં ભવ્ય અટલ સરોવરને મનપાએ ખુલ્લું મુક્યું, લેસર-શો બન્યો આકર્ષણનું કેન્દ્ર

અટલ સરોવર અને ન્યુ રેસકોર્સ લોકોને ફરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

New Update
રાજકોટ : સ્માર્ટ સિટી વિસ્તારમાં ભવ્ય અટલ સરોવરને મનપાએ ખુલ્લું મુક્યું, લેસર-શો બન્યો આકર્ષણનું કેન્દ્ર

તાજેતરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રૂ. 136 કરોડના ખર્ચે રાજકોટમાં બનેલા અટલ સરોવર અને ન્યુ રેસકોર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક કામગીરી બાકી હોવાના કારણે ગુજરાત સ્થાપના દિવસથી લોકો માટે ખુલ્લું મુકવા નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત ગત 1મે 2024થી અટલ સરોવર અને ન્યુ રેસકોર્સ લોકોને ફરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

જેમાં 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે એન્ટ્રી ફી રૂ. 25 અને બાળકો માટે એન્ટ્રી ફી રૂ. 10 નક્કી થઈ છે. જોકે, હજી મોટાભાગની સુવિધાઓ પુરેપુરી રીતે તૈયાર થઈ નથી. આમ છતાં મહાનગરપાલિકાએ ઉતાળવે અટલ સરોવરને લોકો માટે ખુલ્લું મુકી દેતા હરવાફરવા જનારા લોકોને માત્ર અટલ સરોવરનું પાણી જોવાના 25 રૂપિયા આપવા પડે તેમ છે. જોકે, અહીં લેસર-શો ખરેખર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તમામ લોકો દ્વારા આ સ્થળના ભરપૂર વખાણ સાંભળવા મળ્યા હતા.

માત્ર રાજકોટ જ નહીં મુંબઇ તેમજ વડોદરા સહિતના અન્ય શહેરોના લોકોએ પણ અટલ સરોવરના અદ્ભૂત સૌંદર્યની પ્રશંસા કરી હતી. જોકે, અટલ સરોવરમાં બોટિંગની સુવિધા માટે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ વડોદરાની દુર્ઘટના બાદ સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેરાત થવાની હોય તેની રાહ જોવાઈ રહી છે.

Latest Stories