રાજકોટના ગોંડલમાં સામાજીક-રાજકીય ઘમાસાણ, જયરાજસિંહ v/s અલ્પેશ કથીરિયા થતાં સમર્થકો સામસામે આવ્યા...

ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

New Update
  • ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું

  • ગોંડલમાં જયરાજસિંહv/s અલ્પેશ કથીરિયા થવા પામી

  • સામસામેના પડકારથી બન્ને પક્ષના સમર્થકોમાં રોષ

  • પ્રદર્શનીઓએ ધાર્મિક માલવીયાની કારના કાચ તોડ્યા

  • મામલો તંગ બનતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો

રાજકોટ જિલ્લાના ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. જેને લઇને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ રહી છે

રાજકોટ જિલ્લાનું ગોંડલ શહેર એ ભગવતસિંહજીના ગોંડલ તરીકે ઓળખાતુ આવ્યું છે. જોકેઆઝાદી પછી અને ખાસ કરીને 1990 પછી તેનો રાજકીય ઈતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે. ગોંડલનો રાજકીય ઈતિહાસ લોહિયાળ પણ રહ્યો છે. ગત ચૂંટણીમાં ગોડલમાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સામેની બબાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હતી. જોકેઅત્યારે ફરી ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છેજ્યાં વિનુ શિંગાળાની મૂર્તિને ગોંડલમાં સ્થાપવાને લઈને શરૂ થયેલી વાત જયરાજસિંહ જાડેજાv/s અલ્પેશ કથીરિયા થવા પામી છે.

આ ઘટનાના 48 કલાકમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું કેતા. 27 એપ્રિલે અમે ખુલ્લેઆમ ગોંડલમાં ફરીશું. જેને પણ ચેંલેજ ફેંકી હતીતે તૈયાર રહેતારે આજરોજ અલ્પેશ કથીરિયા વિરોધ દર્શાવવા ગોંડલ પહોચ્યા હતાજ્યાં તેઓની સાથે જીગીશા પટેલ અને ધાર્મિક માલવિયા પણ જોડાયા હતા. ગોંડલની આશાપુરા ચોકડી ખાતે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તો બીજી તરફઅલ્પેશ કથીરિયાજીગીશા પટેલ અને ધાર્મિક માલવિયા ગોંડલમાં આવે તે પહેલાં જ તેમના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાયા હતા. જેમાં પાટીદાર સમાજના યુવાનો સહિત અન્ય સમાજના યુવાનોએ હાથમાં પોસ્ટર સાથે વિરોધ દર્શાવ્યો હતો. જાડેજા પરિવારના સમર્થનમાં હજારોની સંખ્યામાં લોકો ધારાસભ્યના નિવાસસ્થાને ઉમટ્યા હતા.

એટલું જ નહીંગોંડલ તાલુકાના રિબડાભરૂડીભુણાવાબીલયાળા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો વિવિધ સુત્રોચાર સાથેના પોસ્ટરબેનર તેમજ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પરંતુ પ્રદર્શનીઓએ ધાર્મિક માલવીયાના વાહનનો ઘેરાવો કરી તોડફોડ કરવામાં આવતા મામલો તંગ બન્યો હતો. અલ્પેશ કથીરિયાએ મૃતક રાજકુમાર જાટ બાબતે પ્રતિક્રિયા આપી હતી. જેમાં જે રીતનો હુમલો થયો છે તે મુજબ શંકાની સોય જાડેજા પરિવાર ઉપર જતી હોવા અંગે અલ્પેશ કથીરિયાએ આક્ષેપ કર્યો હતો.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન,રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા.12જૂન, 2025ના રોજ,અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં241લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે,ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે11:10વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે,તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-