જામનગર શહેરમાં આજે રક્ષાબંધનના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહેનોએ પોતાના ભાઇઓને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું. આજના દિવસે બહેનોએ ભાઈઓને પોતાની રક્ષા કરવા માટેનો કોલ આપ્યો હતો. જ્યારે ભાઈઓ પણ ઉત્સાહ દાખવીને રક્ષાબંધનની ઉજવણીમાં સામેલ થઈ બહેનોના આશીર્વાદ મેળવ્યા હતા.
વર્તમાનમાં કોરોનાની મહામારીના કારણે રક્ષાબંધનની ઉજવણીમાં ઝાંખપ જોવા મળી હતી. શહેરમાં રાખડીની દુકાનો પર પણ આ વર્ષે બહુ ભીડ જોવા મળી ન હતી. રાત્રિના 8 વાગ્યા પછી દુકાનો બંધ થઇ જતી હોવાથી બહેનોએ વહેલા સમયે જ રાખડી લેવાનું પસંદ કર્યું હતું. પ્રતિવર્ષ રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ મોડી રાત્રી સુધી રાખડીની દુકાનો ખુલ્લી રહે છે, પરંતુ ગઈકાલે રવિવારે પણ બજારો સૂમસામ જોવા મળ્યા હતા.