વાંચન વિશેષ : જાણો ભારતના અજીબો ગરીબ ગામો વિશે, તમારૂ ગામ છે કે નહિ લીસ્ટમાં

New Update
વાંચન વિશેષ : જાણો ભારતના અજીબો ગરીબ ગામો વિશે, તમારૂ ગામ છે કે નહિ લીસ્ટમાં

ભારત દેશ ગામડાઓનો દેશ ગણાય છે અને દેશનું દરેક ગામ અલગ વિશેષતા ધરાવે છે. આજે અમે તમને જણાવી રહયાં છે દેશના એવા ગામડાઓ વિશે કે જેની વિશેષતા બધાથી અલગ છે. 

આ યાદીમાં પહેલું નામ છે શનિ સિંગણાપુર કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે.  આ ગામમાં શનિદેવનું સ્થાનક આવેલું છે અને આખા ગામમાં એક પણ ઘરમાં બારણા નથી. આ ગામમાં કયારેય ચોરી થતી નથી અને પોલીસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું નથી.

બીજા નંબરનું ગામ પણ મહારાષ્ટ્રમાં જ આવેલું છે અને તેનું નામ છે શેઠપાલ. આ ગામને સાપોના ગામ તરીકે ઓળખવામાં આવે છે. ગામના દરેક ઘરમાં સાપ છે. સાપને દરેક ગામલોકો પોતાના કુંટુંબીજન તરીકે રાખે છે. 

મહારાષ્ટ્રમાં આવેલું હિવારે બજાર ગામ આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. આ ગામ ભારતનું સૌથી ધનિક ગામ છે.  આ ગામમાં ૬૦ કરોડપતિ રહે છે.

ચોથા સ્થાન પર છે ગુજરાતનું પુનસારી ગામ.. ગામની વિશેષતા પર નજર નાંખીએ તો દરેક ઘરમાં CCTV કેમેરા અને WI-FI છે. તેમજ દરેક ગલીઓની લાઇટ સોલાર પાવર વડે ચાલે છે.

પાંચમા નંબરે છે ગુજરાતનું જાંબુર ગામ.. આ ગામમાં તમે પ્રવેશો તો તમે આફ્રિકાના કોઇ ગામમાં આવ્યાં હોય તેમ લાગે છે.ગામના દરેક લોકો  આફ્રિકન જેવા દેખાય છે. આ ગામને  આફ્રિકન ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

છઠ્ઠા નંબર પર આવે છે રાજસ્થાનનું કુલધરા.. કહેવામાં તો આ ગામ છે પણ ગામમાં કોઇ રહેતું જ નથી. ગામમાં રહેવા માટે મકાનો બનાવવામાં આવ્યાં છે પણ કોઇ રહેતું નથી.

હવે વાત કરીશું એવા ગામની કે જયાં 400 કરતાં વધારે જોડીયા બાળકો રહે છે. આ ગામનું નામ કોડિન્હી છે અને તે કેરલમાં આવેલું છે. 

આપણા રોજીંદા જીવનમાંથી સંસ્કૃત ભાષા ગાયબ થઇ ગઇ છે ત્યારે કર્ણાટકના માટ્ટુર ગામમાં વ્યવહારની ભાષા સંસ્કૃત છે. ગામનો દરેક વ્યકિત સંસ્કૃતમાં જ વાતચીત કરે છે.

બિહારમાં આવેલાં બરવાન કલ્લા ગામની વિશેષતા સૌથી અલગ છે. આ ગામને વાંઢાઓના ગામ તરીકે પણ ઓળખવામાાં આવે છે. આ ગામમાં  છેલ્લા પચાસ વરસમાં એક પણ લગ્ન થયું નથી.

સ્વચ્છતાની વાત આવે ત્યારે મેઘાલયમાં આવેલું માવલીયોંગ ગામ યાદીમાં સૌથી ઉપર રહે છે. પર્વત પર વસેલા આ ગામને એશિયાના સૌથી સ્વચ્છ ગામ તરીકે ખિતાબ મળી ચુકયો છે. 

આસામના રોંગોઇ ગામની પરંપરા તમને ચોંકાવી દેશે. આ ગામ વરસાદ માટે અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. વરસાદ વરસે તે માટે  દેડકાઓનું  લગ્ન કરાવવામા આવે છે.

મહારાષ્ટ્રના રાયગઢ પાસે આવેલાં કોરલાઇ ગામમાં તમને પોર્ટુગલના કોઇ ગામમાં હોય તેવી અનુભુતિ થશે. કોરલાઇ ભારતનું એક માત્ર ગામ છે જ્યાં ગામના લોકો પોર્ટુગીઝ ભાષામાં વાત કરે છે.

Latest Stories