Connect Gujarat
વાનગીઓ 

એક એવી ચા જેને પીવાથી થઈ જશે તમારા આંતરડા કાચ જેવા ચોખ્ખા, ગંદકી દૂર થતાં થઈ જશો એકદમ હલવા ફૂલ

જે લોકો પેટ સાફ ન હોવાની સમસ્યાથી પરેશાન હોય તેમણે દરરોજ લેમનગ્રાસ ટી પીવી જોઈએ.

એક એવી ચા જેને પીવાથી થઈ જશે તમારા આંતરડા કાચ જેવા ચોખ્ખા, ગંદકી દૂર થતાં થઈ જશો એકદમ હલવા ફૂલ
X

પેટ સાફ ન હોય તો શું કરવું? આ પ્રશ્ન સૌથી વધુ પૂછવામાં આવે છે. આવો જાણીએ આવી ચા વિશે, જેને પીવાથી તમારા આંતરડામાં ફસાયેલો મળ સરળતાથી દૂર થઈ જશે. દેશના લગભગ અડધા લોકો સવારે પેટ સાફ ન થવાની સમસ્યાથી પરેશાન છે. જેનું સૌથી મોટું કારણ છે ખરાબ લાઇફસ્ટાઇલ અને ખોરાક, આવી સ્થિતિમાં આવો એક ચા વિશે જણીએ, જેને પીવાથી તમારા આંતરડામાં ફસાયેલો મળ બહાર આવશે અને તમારું પેટ સાફ થઈ જશે. અહીં લેમનગ્રાસની વાત કરી રહ્યા છીએ, જેની ચા ન માત્ર પેટ સાફ કરે છે પણ લિવર અને કિડનીને પણ ડિટોક્સ કરે છે. લેમનગ્રાસમાં વિટામિન સી, વિટામિન એ, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝિંક ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે.

ચા ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ સવારે ખાલી પેટ દૂધ-પત્તીની ચા પેટમાં ગેસ બનાવે છે. જો તમે આ ચાને બદલે હર્બલ ટી પીવાનું શરૂ કરશો તો તમને તેનો ફાયદો મળશે. જે લોકો પેટ સાફ ન હોવાની સમસ્યાથી પરેશાન હોય તેમણે દરરોજ લેમનગ્રાસ ટી પીવી જોઈએ. તેનાથી પેટ પણ સાફ થશે અને શરીરને બીજા ઘણા ફાયદા પણ થશે.

ખાલી પેટ લેમનગ્રાસ ચા પીવાથી થાય છે ફાયદા:-

· લેમનગ્રાસ ટી પીવાથી આંતરડામાં અટકી ગયેલી મળ દૂર થાય છે, જેના પછી તમે હળવા અનુભવો છો.

· લેમનગ્રાસ ટી પીવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

· આ ચાની મદદથી તમે તમારુ વજન કંટ્રોલ કરી શકો છો.

· બ્લડ પ્રેશરના દર્દીઓએ આ ચા જરુર પીવી જોઇએ.

· લેમનગ્રાસ ટી પીવાથી પાચન ક્રિયા સારી થાય છે.

· લેમનગ્રાસ ટી શરીર માટે નેચરલ ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે. આને પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

Next Story