કેટલાક લોકોને મીઠાઇ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. આવી સ્થિતિમાં તેઓ તરત જ મીઠાઇ લેવા માટે બજારમાં દોડી જતાં હોય છે. પરંતુ જો તમે બજારમાંથી મીઠાઇ લેવાના બદલે ઘરે જ બનાવી શકો તો કેવું રહેશે? તો અમે જે મીઠાઈની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે કલાકંદ. તમે કદાચ આ મીઠાઇનું નામ સાંભળ્યું જ હશે. આ ઘણા લોકોની પ્રિય મીઠાઇ છે. તો આજે અમે તમને આ મીઠાઇ બનાવવાની રેસેપી વિષે જણાવીશું
કલાકંદ બનાવવાની સામગ્રી:-
· 300 ગ્રામ પનીર
· 2 ચમચી ખાંડ
· 2 કપ દૂધ
· અડધી ચમચી એલચી પાવડર
· સમારેલા પિસ્તા
· ગુલાબની પાંખડી
કલાકંદ બનાવવાની રેસેપી:-
· કલાકંદ બનાવવા માટે સૌ પ્રથમ પનીરને છીણી લો. અથવા લેને મિકસરમાં સારી રીતે બ્લેન્ડ કરો.
· હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકો.
· ત્યાર બાદ પેન અગરમ થઈ જાય પછી તેમાં 2 ચમચી ખાંડ અને પનીર ઉમેરો.
· હવે આ બંનેને સારી મિક્સ કરી લો અને હલાવતા રહો.
· 5 થી 10 મિનિટ સુધી તેને ધીમા તાપે ચલાવતા રહો.
· હવે તેમાં દૂધ નાખીને હલાવો.
· હવે તેમાં એલચી પાવડર નાખીને બરાબર મિકસ કરી લો.
· ત્યાર બાદ થોડા સમય પછી તેને એક પ્લેટમાં કાઢી લો.
· હવે તેમાં ઉપરથી ગુલાબની પાંખડી અને પિસ્તા ઉમેરો.
· ત્યાર બાદ તેને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય પછી તેના તમને મનગમતા ટુકડા કરો.
· તો તૈયાર છે કલાકંદ મીઠાઇ....