Connect Gujarat
વાનગીઓ 

નાસ્તા માટે બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પૌંઆ કટલેટ, જાણો તેને બનાવવાની રીત...

નાસ્તા માટે બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પૌંઆ કટલેટ, જાણો તેને બનાવવાની રીત...
X

પૌંઆ કટલેટ એ સવારના નાસ્તામાં સ્વાદિષ્ટ અને હેલ્ધી ફૂડ ડીશ છે. સવારના સમયે ઘણા ઘરોમાં પ્રશ્ન રહે છે કે નાસ્તામાં શું બનાવવું, જે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય. તો તેનો જવાબ છે પૌંઆ કટલેટ. પૌંઆ કટલેટ રેસીપીની ખાસિયત એ છે કે તેને તૈયાર કરવામાં વધુ સમય નથી લાગતો. સવારનો સમય દરેક માટે ખૂબ જ વ્યસ્ત હોય છે, આવી સ્થિતિમાં જો નાસ્તો ઓછા સમયમાં તૈયાર કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. પૌંઆ કટલેટ એક એવી વાનગી છે જે બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. જો તમે ક્યારેય પૌંઆ કટલેટ બનાવ્યા નથી, તો તે આ રેસીપીની મદદથી ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકાય છે.

સામગ્રી

§ પૌંઆ – 1 કપ

§ બાફેલા બટાકા – 2

§ મેંદો – 1 ચમચી

§ મકાઈનો લોટ – 3 ચમચી

§ બ્રેડ ક્રમ્બ્સ – 1 કપ

§ આદુ-લસણની પેસ્ટ – 1/2 ચમચી

§ કાળા મરીનો પાવડર – 1/2 ચમચી

§ હળદર – 1/4 ચમચી

§ કાશ્મીરી લાલ મરચું પાવડર – 1/2 ચમચી

§ ગરમ મસાલો – 1/2 ચમચી

§ ચાટ મસાલો – 1/2 ચમચી

§ આમચૂર પાવડર – 1/4 ચમચી

§ ધાણાના પાન – 2 ચમચી

§ તેલ – તળવા માટે

§ મીઠું – સ્વાદ મુજબ

પૌંઆ કટલેટ બનાવવાની રેસીપી

· પૌંઆ કટલેટ બનાવવા માટે પહેલા પૌંઆને સાફ કરો અને પછી તેને પાણીથી સારી રીતે ધોઈ લો. હવે પૌંઆને 5 મિનિટ માટે રહેવા દો, જેથી પૌંઆમાં રહેલું પાણી નીકળી જાય. આ પછી, પૌંઆને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરો.

· આ પછી બાફેલા બટાકાની છાલ ઉતારીને મેશ કરીને પૌંઆમાં નાંખો અને બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં હળદર, લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો, આદુ-લસણની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

· બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કર્યા પછી, મિશ્રણમાં કાળા મરીનો પાવડર, મકાઈનો લોટ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. ધ્યાન રાખો કે મિશ્રણમાં વધારે ભેજ ન હોવો જોઈએ. હવે એક બાઉલમાં મકાઈનો લોટ, મેંદો, એક ચપટી કાળા મરીનો પાવડર અને થોડું મીઠું ઉમેરો. ધીમે ધીમે અડધો કપ પાણી ઉમેરો અને સ્મૂધ બેટર તૈયાર કરો.

· હવે બટેટા-પૌંઆનું તૈયાર કરેલું મિશ્રણ થોડું-થોડું લો અને તેમાંથી કટલેટ તૈયાર કરો અને પ્લેટમાં રાખો. આ પછી એક કડાઈમાં તેલ મૂકીને ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ રહ્યું હોય, ત્યારે એક કટલેટ લો અને તેને મકાઈના લોટની સ્લરીમાં બોળી લો,

· ત્યારબાદ તેને બ્રેડ ક્રમ્બ્સમાં ઉમેરીને બધી બાજુથી સારી રીતે કોટ કરો અને પછી તેને તળવા માટે પેનમાં નાખો. પૌંઆના કટલેટને થોડીવાર ફેરવીને તળી લો. જ્યારે કટલેટ બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લો. આ પછી, આ જ પ્રક્રિયાને અનુસરીને બાકીના કટલેટને ડીપ ફ્રાય કરો. નાસ્તા માટે સ્વાદિષ્ટ પૌંઆ કટલેટ તૈયાર છે. તેને લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Next Story