Independence Day ને સ્પેશયલ 'ત્રિરંગી ઇડલી' સાથે સેલિબ્રેટ કરો, નોટ કરી લો આ રેસિપી

કેટલીક રેસેપી સાથે પણ 15 મી ઓગસ્ટને ખાસ બનાવી શકો છો. તો આજે અમે તમને ત્રિરંગી ઇડલીની રેસેપી જણાવીશું.

Independence Day ને સ્પેશયલ 'ત્રિરંગી ઇડલી' સાથે સેલિબ્રેટ કરો, નોટ કરી લો આ રેસિપી
New Update

15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી... આ દિવસ આપણા માટે ખાસ બની રહે છે. આ ખાસ દિવસની ઉજવણી લોકો સાથે કરવાની પણ એક અલગ જ મજા હોય છે. આ દિવસે લોકો ઘર, સ્કૂલ કે ઓફિસમાં ઝંડો ફરકાવતાં હોય છે. આ આપણા દેશ માટે એક ગૌરવની વાત કહેવાય. આ સાથે તમે કેટલીક રેસેપી સાથે પણ 15 મી ઓગસ્ટને ખાસ બનાવી શકો છો. તો આજે અમે તમને ત્રિરંગી ઇડલીની રેસેપી જણાવીશું. આ રેસેપીની સાથે તમે ઉજવણી કરી શકશો.

ત્રિરંગી ઇડલી બનાવવાની સામગ્રી:-

· 175 ગ્રામ ચોખા

· 75 ગ્રામ અડદની દાળ

· 25 ગ્રામ ગાજરની પ્યુરી

· 25 ગ્રામ પાલકની પ્યુરી

· વ્હાઇટ ખીરું

· અડધી ચમચી સોડા

· સ્વાદ અનુસાર મીઠું

ત્રિરંગી ઇડલી બનાવવાની રીત:-

· ત્રિરંગી ઇડલી બનાવવા માટે સૌ પ્રથમ દાળ અને ચોખાને 2 થી 3 કલાક પાણીમાં પલાળી રાખો.

· નિયત સમય પછી મિકસરમાં પીસી લો.

· હવે આ ખીરને 10 થી 12 કલાક માટે ઢાંકીને મૂકી દો. આમ કરવાથી આથો મસ્ત આવશે અને ઇડલી એકદમ પોચી બનશે.

· હવે ખીરું લો અને તેમાં મીઠું અને સોડા નાખીને મિક્સ કરો.

· પછી આ ખીરને અલગ અલગ બાઉલમાં નાખો

· ત્યાર બાદ એક બાઉલમાં પાલકની પેસ્ટ નાખીને ખીરું ગ્રીન બનાવી લો.

· એક બાઉલમાં ગાજરની પ્યુરી નાખી ખીરું ઓરેન્જ બનાવી લો અને બાઉલમાં માત્ર સફેદ ખીરું રાખો.

· આ બધી પ્રોસેસ થઈ જાય પછી ઇડલીનું કુકર લો અને એમાં પાણી ગરમ કરવા મૂકી દો.

· ત્યાર બાદ ઇડલીના મોલ્ડ લો તેમાં તેલની મદદથી ગ્રીસ કરો.

· પછી ત્રણેય ઇડલીના ખીરા માંથી બે બે મોલ્ડમાં મૂકી દો.

· 10 થી 15 મિનિટ પછી ચેક કરો કે ઇડલી થઈ ગઈ છે કે નહીં.

· ત્યાર બાદ ઇડલીને કાઢીને ઠંડી થવા દો અને ઇડલીને ચપુની મદદથી મોલ્ડમાંથી બહાર કાઢી લો. હવે તેને પ્લેટમાં લઈ લો. તો તૈયાર છે ત્રિરંગી ઇડલી.....   

#Food Tips #Independence Day #Independence Day Special #15Th August #Idli Receipe #Trirangi Idli #ત્રિરંગી ઇડલી #ઇડલી બનાવવાની સામગ્રી #ઇડલી બનાવવાની રીત #ઇડલી રેસીપી #15 August Special Food #Special Food Recipe
Here are a few more articles:
Read the Next Article