/connect-gujarat/media/media_files/2025/09/18/recipe-2025-09-18-13-59-41.jpg)
બ્રેડ અને રબડીની આ મીઠાઈ સ્વાદિષ્ટ હોય છે. તેને બનાવવામાં વધુ સમય પણ લાગતો નથી. ચાલો જાણી લઈએ કેવી રીતે બનાવાય આ ડેઝર્ટ રેસીપી!
જો તમને મીઠું ખાવાનું મન થાય છે તો તમે બ્રેડ અને રબડીની આ સ્વાદિષ્ટ મીઠાઈ બનાવી શકો છો. આ મીઠાઈનું નામ છે 'શાહી ટુકડા'. શાહી ટુકડા એ એક મુગલાઈ મીઠાઈ છે જે રબડી અને ક્રિસ્પી તળેલી બ્રેડથી બનેલી હોય છે. તેનો સ્વાદ લોકોને ખુબ જ ગમે છે. અને તેને બનાવવું પણ બહુ સરળ છે. તો ચાલો જાણી લઈએ કે કેવી રીતે બનાવાય છે ક્રિસ્પી શાહી ટુકડા?
સૌપ્રથમ એક લીટર દૂધ લો અને ધીમી આંચ પર સારી રીતે ઉકાળો. દૂધને રબડી બન્યા સુધી ઉકાળવું છે. ઉકાળતી વખતે ધ્યાને રાખવું કે દૂધ પેનમાં ચોંટે નહીં એટલે હંમેશા હલાવતા રહેવું. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય અને રબડી બની જાય, ત્યારે ગેસ બંધ કરી દો. ત્યારબાદ તેમાં કાપેલા કાજુ, બદામ અને પિસ્તા મિક્સ કરો અને સાઇડમાં રાખી દો.
બીજો સ્ટેપ
હવે એક પેનમાં પાણી અને ખાંડ ઉમેરી તેને ઉકાળો. ખાંડ પૂરતી ઓગળી જાય અને હળવી ઘટ્ટ ચાસણી બનતી હોય ત્યાં સુધી ઉકાળો. પછી તેમાં કેસરના તાંતણા અને અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી દો. એક તારની ચાસણી થતી હોય ત્યારે ગેસ બંધ કરી દો.
ત્રીજો સ્ટેપ
હવે બ્રેડની 3-4 સ્લાઈસ લો. તેની કિનારીઓ કાપી લો અને તેને ત્રિકોણ કે ચોરસ આકારમાં કાપી લો. હવે પેનમાં ઘી ગરમ કરો અને કાપેલી બ્રેડને તેમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
ચોથો સ્ટેપ
તળેલી બ્રેડને ચાસણીમાં ગરમાગરમ ડુબાડી લો અને પ્લેટમાં ગોઠવી દો. હવે તેના ઉપર રબડી રેડો અને ઉપરથી ડ્રાયફ્રૂટથી સજાવો.