Connect Gujarat
વાનગીઓ 

શું તમને Taco Samosa બનાવતા આવડે છે? જોઈ લો ફટાફટ બનાવવાની રીત

સમોસા તો બધા લોકોએ ખાધા જ હોય છે અને તે બધાને બનાવતા પણ આવદ્તા હોય છે.

શું તમને Taco Samosa બનાવતા આવડે છે? જોઈ લો ફટાફટ બનાવવાની રીત
X

સમોસા તો બધા લોકોએ ખાધા જ હોય છે અને તે બધાને બનાવતા પણ આવદ્તા હોય છે. પરંતુ આ વખતે અમે તમારી માટે લાવ્યા છીએ એક ખાસ પ્રકારના સમોસા ટૈકો સમોસા, આ સમોસાને આપણે ઝટપટ તૈયાર કરી શકાય છે. તો સાંજની ચા કે સવારના નાસ્તામાં બનાવો આ મજેદાર અને ચટપટા Taco Samosa અને માણો સમોસાનો જબરદસ્ત સ્વાદ.

ટૈકો સમોસા બનાવવાની સામગ્રી

  1. મૈદો - 200 ગ્રામ
  2. રવો - 50 ગ્રામ
  3. હળદર પાવડર - અડધી ચમચી
  4. અજમો - અડધો ટીસ્પૂન
  5. પાણી - જરૂરિયાત મુજબ
  6. મીઠુ - સ્વાદ અનુસાર
  7. તેલ - ફ્રાઈ કરવા માટે
  8. બટાકા- બાફેલા ચાર મીડિયમ
  9. વટાણા - બાફેલા અડધી ચમચી
  10. આમચૂર પાવડર - એક ચમચી
  11. આદુ - એક ચમચી છીણેલો
  12. હળદર પાવડર - અડધી ચમચી
  13. મીઠુ - સ્વાદ મુજબ
  14. તેલ - બે ચમચી

ટૈકો સમોસા બનાવવાની રીત

ટેકો સમોસા બનાવવા માટે સૌ પહેલા લોટ બાંધીને મુકી દો. આ માટે એક બાઉલમા મેદો, રવો, અજમો, હળદર અને ત્રણ ચમચી તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો. અને પછી તેમા થોડુ થોડુ કરીને પાણી નાખીને તેનો લોટ તૈયાર કરી લો.

લોટ હંમેશા કડક જ ગૂંથવો જોઈએ. સારી રીતે મસળી મસળીને તેનો એક ડો બનાવી લો. અને પછી દસ મિનિટ માટે તેને સેટ થવા માટે મુકી દો.

ત્યા સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. બટાકાને ઝીણા ઝીણા કરી લો. અને ગેસ પર પેન ગરમ કરવા મુકો. પછી તેમા બે ચમચી તેલ નાખો અને રાઈ તતડાવો પછી વરિયાળી, હિંગ, જીરુ, હળદર પાવડર અને આદુ નાખીને તેને મિક્સ કરી લો.

એક મિનિટ પછી આમચૂર પાવડર અને મીઠુ નાખીને હલાવતા તેને સારી રીતે મિક્સ કરી લો. ચાર થી પાંચ મિનિટ સુધી બટાકાને સારી રીતે સેકી લો. જ્યારે બટાકા સારી રીતે સેકાય જાય ત્યારે તેને પ્લેટમાં ઠંડા કરવા મુકી દો.

હવે લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે. લોટને મસળીને નાના નાના લૂઆ બનાવી લો. આ જ રીતે બધા લોટના લૂઆ બનાવીને મુકી દો.

પછી વેલણની મદદથી એકદમ પાતળા વણી લો અને એક વાડકીની મદદથી ગોળ કાપી લો. અને એક કાંટાની મદદથી તેમા ચાર પાંચ કાણા પાડી દો.

કઢાઈમાં તેલ ગરમ કરવા મુકી દો. જે નાની નાની રોટલી વણી છે તેને ફોલ્ડ કરીને (ફોલ્ડ એ રીતે કરવાના કે તેમા ગેપ રહે) તેલમાં નાખીને તળી લો. તળતી વખતે જ્યારે પલટાવો ત્યારે ઝારાની મદદથી તેને વચ્ચેથી દબાવીને ફોલ્ડ કરી લો અને બંને બાજુથી સેકાય જાય ત્યારે ટેકોને કઢાઈમાંથી કાઢી લો.

બધા ટેકોને આ રીતે અંદર બટાકાનો મસાલો ભરી ફ્રાય લો. તૈયાર છે ગરમા ગરમ ટેકો સમોસા.

Next Story