Connect Gujarat
વાનગીઓ 

શું તમે વધેલી રોટલી ફેંકી દો છો? તો હવે આવી ભૂલ ના કરતાં, વધેલી રોટલીમાંથી બનાવો ક્રન્ચી અને ક્રિષ્પી ચેવડો....

મોટા ભાગના ઘરોમાં લગભગ અઠવાડિયામાં 3 થી 4 વાર તો રોટલી વધતી જ હોય છે. આ રોટલીને અનેક લોકો ફેંકી દેતા હોય છે.

શું તમે વધેલી રોટલી ફેંકી દો છો? તો હવે આવી ભૂલ ના કરતાં, વધેલી રોટલીમાંથી બનાવો ક્રન્ચી અને ક્રિષ્પી ચેવડો....
X

મોટા ભાગના ઘરોમાં લગભગ અઠવાડિયામાં 3 થી 4 વાર તો રોટલી વધતી જ હોય છે. આ રોટલીને અનેક લોકો ફેંકી દેતા હોય છે. પરંતુ તમને જણાવી ડાઈએ કે વધેલી રોટલી માંથી ખૂબ જ ટેસ્ટી અને ક્રિષ્પી ચેવડો બની શકે છે. આ ચેવડો તમે ચા કે કોફી સાથે પણ ખાઈ શકો છો. તો નોંધી લો ફટાફટ તેને બનાવવાની રેસેપી...

જરૂરી સામગ્રી

· વધેલી રોટલી

· ચવાણું

· સીંગદાણા

· લાલ મરચું

· ખાંડ

· મીઠું

· લીમડાના પાન

· જીરું

· હિંગ

· તેલ

· કાજુ

· બદામ

બનાવવાની રેસેપી

· વધેલી રોટલીમાંથી ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ વધેલી રોટલીનો ભૂકો કરી નાખો.

· ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.

· તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાય, જીરું, લીમડાના પાન અને હિંગ નાખો.

· પછી તેમાં સીંગદાણા, કાજુ અને બદામ નાખો.

· હવે તેમાં વધેલી રોટલીને એડ કરીને બરાબર મિકસ કરી લો.

· આ બધી વસ્તુને 5 થી 7 મિનિટ સુધી ગેસ પર જ રહેવા દો.

· ત્યાર બાદ તેમાં થોડું ચવાણું નાખી બધા મસાલા એડ કરો.

· છેલ્લે થોડીક બૂરું ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લો.

· ફરી પાછું 5 થી 7 મિનિટ સુધી ગેસ પર જ રહેવા દો. આમ કરવાથી તે વધુ ક્રિષ્પી બને છે.

· તો તૈયાર છે તમારો વધેલી રોટલી માઠી બનેલો ક્રિસ્પી અને ક્રન્ચી ચેવડો.

· આ ચેવડો તમને ચા કે કોફી સાથે સર્વ કરી શકો છો.

· આ ચેવડો તમે દિવાળીના નાસ્તામાં પણ બનાવી શકો છો.

Next Story