રસોઈમાં મીઠું વધી જાય તો હવે ચિંતા ના કરશો, આ ત્રણ માંથી એક ઉપાય અજમાવો

જયારે પણ કોઈ વાનગીમાં મીઠું વધી જાય તો હવે તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી કારક કે આજે અમે તમને જણાવીશું આ ત્રણ ટિપ્સ વિષે

New Update
રસોઈમાં મીઠું વધી જાય તો હવે ચિંતા ના કરશો, આ ત્રણ માંથી એક ઉપાય અજમાવો

ઘણી વખત એવું થાય છે કે રસોઈ બનાવતી વખતે કોઈ વાનગીમાં મીઠું વધી જતું હોય છે. આવી સ્થિતિમાં ચિંતા થાય એ સ્વાભાવિક છે. આવું કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે. જયારે પણ કોઈ વાનગીમાં મીઠું વધી જાય તો હવે તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી કારક કે આજે અમે તમને જણાવીશું આ ત્રણ ટિપ્સ વિષે જેના થી તમે તમારી રસોઈમાં મીઠાનું પ્રમાણ યોગ્ય કરી શકશો.

દહીં:-

જો કોઈ વાનગીમાં મીઠું વધારે પડી જાય તો તેને બેલેન્સ કરવા માટે દહીંનો ઉપયોગ કરી શકાય છે. કોઈ પણ શાકમાં દહીં ઉમેરવાથી તેનો સ્વાદ પણ વધી જાય છે અને વધેલું મીઠું બેલેન્સ થઈ જાય છે. જો તમને લાગે કે સબ્જીમાં મીઠું વધારે પડી ગયું છે તો તમે અડધી વાટકી દહીં લઈ તેને શાકમાં મિક્સ કરી દો. આમ દહીં શાકમાં પડેલુ વધારાનું મીઠું બેલેન્સ કરશે.

લીંબુનો રસ:-

લીંબુનો ખાટો રસ વાનગીને ટેસ્ટી બનાવે છે અને સાથે વધેલા મીઠાને પણ બેલેન્સ કરે છે. જો તમે કોઈ એવી વાનગી બનાવી હોય કે જેમાં દહીં ઉમેરી ના શકાય ટો તેમાં પડેલા મીઠાને બેલેન્સ કરવા માટે તમે તેમાં લીંબોનો રસ ઉમેરી શકો છો..

દેશી ધી:-

ઘી ખાવું દરેક વ્યકતીને પસંદ હોય છે. ઘી ઉમેરવાથી વાનગીનો સ્વાદ અને સુગંધ બંને વધે છે. જો કોઈ વાનગીમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં એક ચમચી ઘી ઉમેરવાથી મીઠું બેલેન્સ થઈ જશે.

Latest Stories