Connect Gujarat
વાનગીઓ 

ઘરે એક દમ ફટાફટ બની જાય છે ડબલ ચોકલેટ પેનકેક, તો ચાલો જાણીએ તેની રેસીપી

પેનકેક ઘણા આઇસ્ક્રીમ પાર્લર કે રેકડીમાં જોવા મળતી હોય છે. જે અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ વાળી હોય છે.

ઘરે એક દમ ફટાફટ બની જાય છે ડબલ ચોકલેટ પેનકેક, તો ચાલો જાણીએ તેની રેસીપી
X

પેનકેક ઘણા આઇસ્ક્રીમ પાર્લર કે રેકડીમાં જોવા મળતી હોય છે. જે અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ વાળી હોય છે. તેમાથી સૌથી વધુ જો કોઇ પેનકેક ખવાતી હોય તો તે છે ચોકલેટ પેનકેક, જે નાનાથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ આવતી હોય છે તો આજે આપણે તે પેનકેક માં ડબલ ચોકલેટ ફ્લેવર નાખી બનાવીશું.

પેનકેક બનાવવાની સામગ્રી

  • મેંદાનો લોટ – ½ કપ
  • ઘઉનો લોટ - ½ કપ
  • પીસેલી ખાંડ -3 ચમચી
  • કોકો પાવડર – 2 ચમચી
  • બેકિંગ પાવડર – ¾ ચમચી
  • બેકિંગ સોડા – 1-2 ચપટી
  • દૂધ - 3/4 કપ
  • પાણી – 2 ચમચી
  • ઘી/તેલ – 2 ચમચી

ચોકલેટ ગનાસ બનાવવાની સામગ્રી

ડાર્ક ચોકલેટ – ½ કપ

ફ્રેશ ક્રીમ – ½ કપ

પાણી 2 ચમચી

ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત

ડબલ ચોકલેટ પેનકેક બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ઘઉનો અને મેંદાનો લોટ ચાળી લો. તેમાં કોકો પાવડર, પીસેલી ખાંડ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા નાખી બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી મિક્ષ કરતાં જાઓ મિશ્રણને બરાબર મિક્સ કરો લો. હવે તેમાં 2 ચમચી પાણી અને 2 ચમચી ઘી અથવા તેલ નાખી ફરીથી દસ મિનિટ મિક્સ કરો.

હવે ગેસ ચાલુ કરી એક નોનસ્ટિક પેન ગરમ કરી લો. ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઈઝના પેન કેક બનાવવા હોય તે પ્રમાણે મિશ્રણ નાખો ને ઉપરની બાજુ ફુગ્ગા થાય એટલે ઊથલાવી નાખો અને બીજી બાજુ પણ અડધી મિનિટ ચડવા દો. ત્યાર બાદ ઉતારી લો. આવી રીતે એક પછી એક બધા પેન કેક તૈયાર કરો. તો તૈયાર છે પેન કેક

ચોકલેટ ગનાસ બનાવવાની રીત

ગનાસ બનાવવા સૌ પ્રથમ ફ્રેશ ક્રીમ ને એક વાસણમાં ગરમ કરી લો. ક્રીમ બરાબર ગરમ થાય એટલે એમાં સુધારેલ ચોકલેટ નાખો અને બરાબર મિક્સ કરો લો. જો ચોકલેટ ના ઓગળે તો તેને ગરમ પાણી વાળા વાસણમાં આ વાસણ ને મૂકી ચોકલેટ બરાબર મિક્સ કરી લેવી. હવે તેમાં 2 ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરી લો તો તૈયાર છે ચોકલેટ ગનાસ

હવે એક પ્લેટમાં એક કે બે પેન કેક મૂકો અને તેના પર ચોકલેટ ગનાસ નાખીને સર્વ કરો

Next Story