/connect-gujarat/media/media_files/2025/11/25/broccoli-soup-2025-11-25-15-56-09.jpg)
શિયાળો આવે એટલે સ્વાદિષ્ટ અને ગરમ વાનગીઓની તૈયારી થઈ જાય છે.
ઠંડીના દિવસોમાં ભૂખ વધુ લાગે છે અને શરીર સુસ્તી અનુભવતું હોય છે, જેથી લોકો હોટ ડ્રિંક્સ અને સૂપ તરફ વધુ આકર્ષાય છે. સામાન્ય રીતે ટામેટા અને કોર્ન સૂપ સૌથી વધુ પીવામાં આવે છે, પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટ જેવો સ્વાદિષ્ટ અને પોષક બ્રોકોલી સૂપ પણ ઉત્તમ વિકલ્પ છે. બ્રોકોલી જાતે જ સુપરફૂડ ગણાય છે કારણ કે તે શરીરને જરૂરી વિટામિન, મિનરલ્સ અને એન્ટીઑક્સીડન્ટ્સ પૂરા પાડે છે. નાની સાંજની ભૂખમાં જંક ફૂડ ખાવાના બદલે એક બાઉલ બ્રોકોલી સૂપ પીશો તો શરીરને ગરમી સાથે એનર્જી પણ મળશે અને રોગપ્રતિકાર શક્તિમાં વધારો થશે.
શિયાળામાં ઠંડી ભગાડવા બ્રોકોલી સૂપ એક પરફેક્ટ હોટ ડ્રિંક છે, જે ઘરેથી સરળતાથી બનાવી શકાય છે. તેના માટે નોન-સ્ટિક પેનમાં થોડું તેલ ગરમ કરીને તેમાં માખણ ઉમેરો અને બારીક સમારેલી ડુંગળીને સાંતળો. હવે તેમાં બ્રોકોલી અને થોડું ગોળ અથવા ખાંડ ઉમેરીને મિક્સ કરો. એક કપ પાણી ઉમેરી આ મિશ્રણને ઢાંકણ મૂકી મધ્યમ તાપ પર કૂક થવા દો. સામગ્રી નરમ થઈ જાય પછી તેને થોડું ઠંડુ થવા દો અને બ્લેન્ડરમાં નાખીને સ્મૂથ પ્યુરી બનાવો. ત્યારબાદ આ પ્યુરી ફરી પેનમાં નાખીને તેમાં મીઠું, કાળા મરી અને થોડું માખણ ઉમેરી પાંચ મિનિટ સુધી ઉકાળો. બસ, હૂંફાળું અને હેલ્ધી બ્રોકોલી સૂપ પીવા માટે તૈયાર છે. આ ગરમ સૂપ શરીરમાંથી સુસ્તી દૂર કરી તાજગી અને ઉર્જાનો અનુભવ કરાવે છે.