/connect-gujarat/media/media_files/cUZ1REooR9LJ4qoFnjAw.png)
પાપડીનો લોટ ગુજરાતીઓની પસંદ છે. ગરમાગરમ પાપડીનો લોટ મળી જય તો મઝા પડી જાઈ. આજે આપણે પાપડીના લોટની રેસીપી જાણી લઈએ. આ લોટને ઘણા ખીચયાનો લોટ તો કેટલાક ખીચું પણ કહે છે. આ વાનગી થોડા જ સમયમાં અને ખૂબ ઓછી સામગ્રીમાં તૈયાર થઈ જાઈ છે. તો ચાલો નોંધી લો રેસીપી :
સામગ્રીમાં :
પાણી, ચોખા નો લોટ, અજમો, જીરું, ખારો, લીલા મરચા ની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું
બનવાવની રીત :
સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું,ત્યારબાદ તેમાં મીઠું,અજમો,જીરું,ખારો નાખી પાણી ને ખુબજ ઉકાળવું, પાણી ખૂબજ ઉકળે એટલે તેમાં લીલા મરચાંની પેસ્ટ નાખવી ગેસ પરથી નીચે ઉતારી લેવું. પછી જરૂર મુજબ પાણીમાં ચોખાનો લોટ નાખતા જવું ને વેલણ થી હલાવતા રહેવું. ત્યારબાદ હાથ પર થોડું પાણી લગાડતા જવું ને ગોળ રોલ વળી લેવાનાં કૂકરમાં લોટને બાફવા મુકવો. 20 મીનીટ સુધી લોટ બફાવા દેવો પછી તે રોલ ના પીસ કરી ઉપર અથાણાં નો મસાલો, કાચું તેલ રેડી સર્વે કરવો. તો તૈયાર છે પાપડીનો લોટ.