ટેસ્ટી પુલાવ બનાવવાની સરળ રેસીપી

વેજીટેબલ પુલાવ અને સરળતાથી બની જાય એવી એક મસાલેદાર વાનગી છે, તેને બનાવવા માટે ચોખાને વિવિધ શાકભાજી અને મસાલા સાથે બનાવવા માં આવે છે.ચોખાને વિવિધ શાકભાજી અને મસાલા સાથે બનાવવા માં આવે છે.

New Update
પુલાવ

વેજીટેબલ પુલાવ અને સરળતાથી બની જાય એવી એક મસાલેદાર વાનગી છે, તેને બનાવવા માટે ચોખાને વિવિધ શાકભાજી અને મસાલા સાથે બનાવવા માં આવે છે. આ રેસીપીની વિશેષતા એ છે કે તેમા તેજ પત્તા, તજ અને લવિંગ જેવા મસાલા નો ઉપયોગ કરવામા આવે છે જે એક સરસ સુગંધ આપે છે. 

.બાસમતી ચોખા ડુંગળી, બારીક સમારેલી, ટામેટું, બારીક સમારેલુંલીલાં વટાણા, સમારેલી ફણસી ૧/૪ કપ બારીક સમારેલું ગાજર, તેજ પત્તા, તજનો ટુકડો, લવિંગ, ગરમ મસાલા પાઉડર, હળદર, લાલ મરચું પાઉડર, બારીક સમારેલા લીલાં ધાણા તેલ, ઘી, પાણી, મીઠું સ્વાદ પ્રમાણે

 

ચોખાને ધોઈ લો અને ૧૫-૨૦ મિનિટ માટે પાણીમાં પલાળો. ત્યારબાદ પલાળેલા ચોખામાંથી વધારાનું પાણી નિતારી કૂકરમાં ધીમી આંચ પર ઘી અને તેલ એક સાથે ગરમ કરો. તેમાં તેજ પત્તા, તજ અને લવિંગ નાખોં અને ૩૦ સેકંડ માટે સાંતળો. ડુંગળી નાખોં અને તેને આછી બદામીથાય ત્યાં સુધી સાંતળો, તેમાં લગભગ ૨-મિનિટનો સમય લાગશે.તેમાં કાપેલું ટામેટું, લીલાં વટાણા, ફણસી અને ગાજર નાખોં.તેને લગભગ ૨ મિનિટ સુધી સાંતળો.તેમાં પલાળેલા ચોખા, ગરમ મસાલા પાઉડર, હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું નાખોં.તેને લગભગ બે મિનિટ માટે સાંતળો.તેમાં ૧ કપ પાણી નાખોં અને બરાબર મિક્ષ કરો.કૂકરનું ઢાંકણું બંધ કરો અને મધ્યમ આંચ પર ૨ સીટી થાય ત્યાં સુધી . ૧-સીટી વાગ્યા પછી તાપને ધીમો કરો અને બીજી સીટી વાગે ત્યાં સુધી પકાવો. ગેસને બંધ કરો.કૂકરને વરાળ નીકળી જાય ત્યાં સુધી ઠંડુ થવા દો. પછી ઢાંકણું ખોલો અને ધીરેથી એક કાંટા ચમચીથી ભાતને હલાવો. પુલાવને એક પીરસવાના બાઉલમાં કાઢો અને તાજાં લીલાં ધાણા થી સજાવો.

Latest Stories