Connect Gujarat
વાનગીઓ 

સાદા મમરામાંથી બનાવેલી ભેળ તો બધાએ ખાધી જ હશે, તો આજે બનવો નવી સ્પેશિયલ સ્પાઇસી અને ટેસ્ટી વાનગી.. જાણી લો પૂરી રેસેપી

મમરા ખાવાની મજા કંઇક અલગ આવે છે. મમરા એક એવો નાસ્તો છે જે તમારું પેટ ભરેલુ હોય તો પણ ખાવાનું મન થઇ જાય છે.

સાદા મમરામાંથી બનાવેલી ભેળ તો બધાએ ખાધી જ હશે, તો આજે બનવો નવી સ્પેશિયલ સ્પાઇસી અને ટેસ્ટી વાનગી.. જાણી લો પૂરી રેસેપી
X

મમરા ખાવાની મજા કંઇક અલગ આવે છે. મમરા એક એવો નાસ્તો છે જે તમારું પેટ ભરેલુ હોય તો પણ ખાવાનું મન થઇ જાય છે. મમરામાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. ખાસ કરીને મમરાના લાડુ, ચિક્કી, ભેળ વગેરે..પરંતુ આજે અમે તમને મમરામાંથી બનતી એક સ્પેશિયલ વાનગીની રીત જણાવીશું.

સામગ્રી

બે કપ મમરા

અડધો કપ સોજી

અડધો કપ દહીં

બે-ત્રણ લીલા મરચા

સોડા

સ્વાદાનુંસાર મીઠું

તેલ

અડધી ચમચી જીરું

સફેદ તલ

હળદર

મીઠા લીમડાના પાન

અડધી ચમચી લસણની પેસ્ટ

એક મિડીયમ સાઇઝની ડુંગળી

ટામેટું

પાવ ભાજી મસાલા

લાલ મરચુ

આમચૂર પાવડર

કોથમીર

લીંબુનો રસ

બનાવવાની રીત

મમરામાંથી નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ મમરાને પાણીથી ધોઇને દબાવી લો. થોડી વાર માટે આમ રહેવા દો. પછી મમરાને મેશ કરી લો. સોજી અને દહીં મિક્સ કરો. આમાં અડધી ચમચી હળદર, સોડા, મીઠું, તેલ નાખીને મિક્સ કરી લો. આ તૈયાર થઇ જાય એટલે થોડી વાર માટે સેટ થવા મુકી દો. આ મિક્સરમાંથી નાના-નાના બોલ તૈયાર કરી લો. પછી એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મુકો. પાણી ગરમ થઇ જાય એટલે ઉપર એક કાણાં વાળુ વાસણ મુકી દો અને એમાં આ બોલ્સ મુકો. ઢાંકણ ઢાંકી દો અને વરાળથી થવા દો. એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે રાઇ, જીરું, તલ, લીલા મરચા, લસણની પેસ્ટ, મીઠા લીમડાના પાન નાખીને એક મિનિટ માટે થવા દો. ઝીણી સમારેલી ડુંગળી ફ્રાય કરો. ટામેટા એડ કરીને હળદર, લાલ મરચુ, આમચૂર પાવડર, પાવ ભાજીનો મસાલો અને થોડુ મીઠું નાખીને મિક્સ કરો. બધા બોલ્સને આ મસાલામાં નાખો અને ગેસ બંધ કરી દો. લાસ્ટમાં કોથમીર અને લીંબુનો રસ નાખીને એડ કરો. તો તૈયાર છે ગરમાગરમ મમરાનો નાસ્તો.

Next Story