/connect-gujarat/media/media_files/2025/10/03/poha-2025-10-03-13-32-42.jpg)
સવારના નાસ્તામાં કંઈક હળવું ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે સૌથી પહેલા મનમાં પૌંઆ ખાવાનું પસંદ કરવામાં આવે છે.
આ એક સ્વાદિષ્ટ ભારતીય નાસ્તો છે જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકપ્રિય છે.
ભારતમાં જુદી-જુદી જગ્યાએ અલગ-અલગ રીતે પૌંઆ બનાવવામાં આવે છે. ત્યારે સૌથી વધારે ઈન્દોરના પૌંઆ વખણાય છે. તો આજે ઈન્દોરી પૌંઆ બનાવવાની સરળ રેસિપી જણાવીશું.
ઇન્દોરી પૌંઆ બનાવવા માટે પૌંઆ બનાવવા માટે પૌંઆ, ઝીણી કાપેલા મરચા, વરિયાળી, રાઈ, હળદર, તેલ, ખાંડ, મીઠું, ઝીણી કાપેલી ડુંગળી, નાયલોન સેવ, મસાલા બુંદી, જીરાવન મસાલા, લીંબુ સહિતની વસ્તુની જરુર પડશે.
ઇંદોરી પૌંઆ બનાવવા માટે, પહેલા પૌંઆને સારી રીતે સાફ કરો. પૌંઆને ધોતી વખતે ધીમે ધીમે હલાવો જેથી તે તૂટે નહીં.
પૌંઆ ધોઈ લો, બધું પાણી કાઢી લો અને તેને થોડીવાર માટે રેસ્ટ કરવા મુકો. ત્યારબાદ હળદર પાવડર, ખાંડ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ રાઈ, લીલા મરચાં અને વરિયાળી ઉમેરો.
હવે તેમાં પૌંઆ ઉમેરો અને ગેસ ધીમો કરો. હવે એક મોટા તપેલામાં પાણી ઉકળવા મૂકો અને તે ઉકળતા પાણી ઉપર એક વાસણમાં પૌંઆનો મૂકો અને તેને બાફવા દો.
પૌંઆ 5-7 મિનિટ સ્ટીમ થઈ જાય એટલે તેના ઉપર લીલા ધાણા નાખો. હવે ગરમા ગરમ પૌંઆને પ્લેટમાં લો અને તેના પર સેવ, બુંદી, જીરાવાન, સમારેલી ડુંગળી અને લીંબુ નાખી સર્વ કરો.