ગુજરાતીઓની પસંદ સ્વાદિષ્ટ ઊંધિયુ, જાણો તેની બનાવવાની રીત

ઊંધિયું એ ગુજરાતી ડિશ છે. ઊંધિયા વગર ગુજરાતીઓ અધૂરા એમ કહીયે તો ચાલે. ઊંધિયાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.

Undhiyu
New Update

ઊંધિયું એ ગુજરાતી ડિશ છેઊંધિયા વગર ગુજરાતીઓ અધૂરા એમ કહીયે તો ચાલે. ઊંધિયાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. ખાસ કરીને ઉતરાયણના તહેવારમાં દરેક લોકો ઊંધિયું બનાવતા હોય છે.હવે તો માર્કેટમાં પણ અવનવી જાતના ઊંધિયા મળે છે. તો ચાલો આપણે પણ આજે આ ઊંધિયું કેવી રીતે બને એની રીત જાની લઈએ :

 ઊંધિયું બનાવવા માટેની સામગ્રી :

-આદુ મરચાની પેસ્ટ 1 ચમચી- પાપડી- 500 ગ્રામ -રતાળુ- 250 ગ્રામશક્કરિયા 250 ગ્રામલીલી તુવેર-200 ગ્રામબટાકા -250 ગ્રામલીલા ધાણા 100 ગ્રામલીલુ લસણ - 50 ગ્રામધાણાજીરુ - બે ચમચીભરવા રીંગણ(નાના) 200 ગ્રામમીઠુ સ્વાદ મુજબકોઈ પણ શાકના મુઠિયા એક વાડકો. ધાણા પાઉડર ટેબલ સ્પૂનમીઠું સ્વાદ અનુસારવાટેલા તલ 50 ગ્રામલીલા વટાણા (વાટેલા)500 ગ્રામ, 100 ગ્રામ લીલા કોપરાનું ખમણબે ચમચી ખાંડએક ચમચી અજમોઅડધી ચમચી ઊંધિયાનો અથવા તો શાકનો ગરમ મસાલો 

 ઊંધિયું બનાવવાની રીત : 

એક મોટા જાડા તળિયાના તપેલામાં ચાર પળી તેલ ગરમ કરો હવે વાટેલા લીલાં મરચાંજીરુવાટેલું આદુકોથમીરસમારેલું લીલું લસણથોડો ધાણા પાવડરસ્વાદ અનુસાર મીઠુંવાટેલા તલલીલા નાળિયેરનું ખમણથોડી ખાંડગરમ મસાલો બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. તેલ ગરમ થયા બાદ અજમાનો વઘાર કરો. વઘાર થાય એટલે તેમાં સાફ કરીને ધોયેલી પાપડીને નાખી દ્યો . થોડો સોડા અને થોડું મીઠું નાખીને ચૂલા પર પાંચ મિનિટ સુધી થવા દો. ત્યારબાદ તેની અંદર કાંપા પાડેલા શક્કરિયાં-બટાકા-રીંગણ-રતાળુમાં બાઉલમાં પ્રથમથી તૈયાર કરેલો મસાલો ભરવો અને પાપડીની અંદર ગોઠવીને મૂકી દેવું. ત્યારબાદ તેની ઉપર એક થાળીમાં થોડું પાણી મૂકીને ઢાંકી દેવુંજેથી તપેલામાં ચોંટી ન જાય. થોડી થોડી વારે આને હલાવી લેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા. તપેલાને ઢાંકણું ઢાંકી દેવું. 15 મિનિટ આ શાકને તપેલામાં જ ઢાંકેલું રાખીને કોપરું-કોથમીર-લીલું લસણ ઉપરથી ભભરાવીને પીરસવુ. તો તૈયાર છે આપનું સ્વાદિષ્ટ અને મન લોભાવે એવું ઊંધિયું. પીરસો અને જયાફત ઉડાવો.

#સામગ્રી #ગુજરાતી #ગુજરાતી ડિશ #ઊંધિયું #ઊંધિયું બનાવવાની રીત
Here are a few more articles:
Read the Next Article