Connect Gujarat
વાનગીઓ 

શરીરને હાઈડ્રેટ કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે ગુલાબ લસ્સી, જાણો તેની રેસિપી

ઉનાળાની ઋતુમાં ગુલાબ લસ્સીનું સેવન કરવાથી શરીરનો તમામ થાક દૂર થઈ જાય છે.

શરીરને હાઈડ્રેટ કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે ગુલાબ લસ્સી, જાણો તેની રેસિપી
X

ઉનાળાની ઋતુમાં બહારની ઠંડકની સાથે સાથે શરીરની આંતરિક ઠંડક પણ ખૂબ જ જરૂરી છે. આ માટે તમે ગુલાબ લસ્સીનું સેવન કરી શકો છો. આ તમારા શરીરને હાઇડ્રેટેડ રાખશે. આ સિવાય તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે. ઉનાળાની ઋતુમાં ગુલાબ લસ્સીનું સેવન કરવાથી શરીરનો તમામ થાક દૂર થઈ જાય છે. તેથી અમે તમારા માટે ગુલાબ લસ્સીની રેસિપી લઈને આવ્યા છીએ, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સ્વાદ અને પોષક તત્વોથી ભરપૂર લસ્સી વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. ઉનાળાની ઋતુમાં હેલ્ધી ડાયટમાં તમે લસ્સીનો સમાવેશ કરી શકો છો. આ એક દેશી પીણું છે, જેની કોઈ આડ અસર નથી. તમે ઘરે સરળતાથી ગુલાબ લસ્સી બનાવી શકો છો.

ગુલાબ લચ્છી બનાવવાની સામગ્રી:-

§ 3 કપ દહીં

§ 1/4 કપ ગુલાબનું સીરપ

§ 2 ચમચી દળેલી ખાંડ

§ સજાવટ માટે ગુલાબની પાંખડીઓ

ગુલાબ લચ્છી બનાવવાની સામગ્રી રીત

§ ગુલાબ લસ્સી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લઇ તેમાં દહીં ઉમેરો.

§ હવે આ દહીંને સારી રીતે ફેટી લો. જ્યારે દહીં એકદમ સ્મૂધ થઈ જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

§ આ પછી આ મિશ્રણમાં ઠંડુ પાણી અને બરફના ટુકડા ઉમેરો.

§ જો તમને પાતળી લસ્સી પસંદ હોય તો બરફના ટુકડાનો ઉપયોગ કરો, જો તમને જાડી લસ્સી પસંદ હોય તો બરફનો ઉપયોગ ન કરો.

§ લસ્સી મિક્સ કર્યા બાદ તેમાં સ્વાદ અને રંગ માટે ગુલાબનું સીરપ ઉમેરો.

§ લસ્સીનો રંગ આછો ગુલાબી થાય ત્યાં સુધી સીરપને સારી રીતે મિક્સ કરો.

§ હવે ગ્લાસમાં લસ્સી ઉમેરો.

§ લસ્સીને ગુલાબની પાંખડીઓથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Next Story