Connect Gujarat
વાનગીઓ 

શું તમે આદુની આ વાનગી ખાધી છે? તો બનાવો આદુની આ સરળ રેસીપી

આદુનું નામ સાંભળતા જ આપણને એ સ્વાદિસ્ટ આદુવળી ચા યાદ આવી જાય છે, ખાસ કરીને આ શિયાળા દરમિયાન આદુવાળી ખાસ બનાવવામાં આવે છે,

શું તમે આદુની આ વાનગી ખાધી છે? તો બનાવો આદુની આ સરળ રેસીપી
X

આદુનું નામ સાંભળતા જ આપણને એ સ્વાદિસ્ટ આદુવળી ચા યાદ આવી જાય છે, ખાસ કરીને આ શિયાળા દરમિયાન આદુવાળી ખાસ બનાવવામાં આવે છે, પછી આદુનો ઉકાળો અને એમ કહીએ તો પણ નથી આદુને ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. શરદી,ખાસીમાં પણ આદુનો ઉપયોગ કરવામાં આવે છે, શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિઝનમાં તમે આદુની ચટણી વડે પણ ભોજનનો સ્વાદ વધારી શકો છો.તો જાણો તેની રેસીપી...

આદુની ચટણી સામગ્રી :-

આદુનો ટુકડો, સ્વાદ મુજબ મીઠું, 2-3 લવિંગ, લસણ, 2 ટેબલસ્પૂન સરસવનું તેલ, એક ચમચી સરસવ, 2 લાલ મરચાં, 1 મોટી ડુંગળી, જરૂર મુજબ પાણી.

આદુની ચટણી બનાવવાની રીત :-

સૌ પ્રથમ આદુને મોટા ટુકડામાં કાપો, ડુંગળીને કાપીને તેને અલગ બાઉલમાં રાખો. મધ્યમ તાપ પર એક તપેલી મૂકો અને તેમાં સરસવનું તેલ ઉમેરો. હવે તેમાં સરસવના દાણા, સૂકા લાલ મરચાની મસાલા અને આદુના ટુકડા ઉમેરો. પછી પેનમાં સમારેલી ડુંગળી, મીઠું અને જીરું પાવડર ઉમેરો. આ મિશ્રણને થોડી વાર ફ્રાય કરો. જ્યારે તે તળાઈ જાય, તેને બંધ કરી દો. આ મિશ્રણ ઠંડું થાય પછી તેને ગ્રાઇન્ડરમાં બારીક પીસી લો. આ મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું મિક્સ કરી અને તેને બરાબર મિક્સ કરો, આ રીતે તૈયાર કરવામાં આવે છે આદુની ચટણી...

Next Story