/connect-gujarat/media/media_files/2025/09/08/roti-2025-09-08-13-38-12.jpg)
ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાવા-પીવાની આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે. જ્યારે કેટલાક લોકો રોટલીને બીજી વાર ગરમ કરીને ખાવી જોઈએ કે નહીં તે અંગે જાણીશું.
ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં, ચયાપચય ધીમો પડી જાય છે, જેના કારણે તમારે આ ઋતુમાં ખૂબ જ સ્વસ્થ અને સરળ વસ્તુઓ ખાવી જોઈએ.
જો કોઈ પણ વ્યક્તિ હેલ્ધી વસ્તુ યોગ્ય રીતે ન ખાઓ તો પણ નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે તમે રાતની બચેલી વાસી રોટલી ખાઓ છો અથવા તેને ફરીથી ગરમ કરીને કંઈક ખાઓ છો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં તે જાણીશું.
રોટલી ભારતીય ખોરાક થાળીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. મોટાભાગના લોકો દિવસમાં ત્રણ વખત રોટલી ખાવાનું પસંદ કરે છે. હવે, એક સમયે અનેક ગણી વધુ રોટલી બને છે, આવી સ્થિતિમાં લોકો તેને ફરીથી ગરમ કરીને ખાય છે.
તાજેતરમાં એક ન્યુટ્રિશનિસ્ટ જણાવ્યા અનુસાર ખોરાકને ગરમ કરીને ખાવાની આદત સ્વાસ્થ્ય માટે સારી નથી. જ્યારે રોટલીને ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે તે સૂકી અને કઠણ થઈ જાય છે.
રોટલીને બીજી વખત ગરમ કરીને ખાવાથી પાચન યોગ્ય રીતે થતુ નથી. જેથી ગેસ, પેટ ફૂલવાની સમસ્યાઓનું કારણ બની જાય છે.
તાજી બનાવેલી રોટલીમાં હાજર ભેજ અને પોષણ વારંવાર ગરમ કરવાથી ઓછું થઈ જાય છે. તેથી, રોટલીને ફરીથી ગરમ કરીને ન ખાવી જોઈએ.