Connect Gujarat
વાનગીઓ 

હેલ્ધી અને પરફેક્ટ બ્રેકફાસ્ટ, મગની દાળમાંથી બનાવો મુંગદાળ પરાઠા, સ્વાદ નહીં ભૂલાય કયારેય

ગુજરાતી ઘરોમાં મગનું શાક કે મગની દાળ તો બનતી જ હોય છે. પણ શું તમે જાણો છો કે આ મગની દાળમાંથી હેલ્ધી પરાઠા પણ બની શકે છે.

હેલ્ધી અને પરફેક્ટ બ્રેકફાસ્ટ, મગની દાળમાંથી બનાવો મુંગદાળ પરાઠા, સ્વાદ નહીં ભૂલાય કયારેય
X

ગુજરાતી ઘરોમાં મગનું શાક કે મગની દાળ તો બનતી જ હોય છે. પણ શું તમે જાણો છો કે આ મગની દાળમાંથી હેલ્ધી પરાઠા પણ બની શકે છે. તમે રોજીંદી મગની દાળને નવો ટ્વિસ્ટ આપવા માંગતા હોય તો ચોકકસથી આ ટ્રાઈ કરજો. આ નાસ્તો બાળકો માટે એક પરફેક્ટ નાસ્તો છે. મગની દાળ અને ઘઉનો લોટ – આ બંનેની મદદથી બનાવેલા પરાઠા સ્વાદમાં તો ટેસ્ટી છે પણ હેલ્થ માટે પણ એટલા જ સારા છે. તો જાણો સરળતાથી ઘરે કેવી રીતે બનાવી શકશો..

મુંગદાલ પરાઠા બનાવવા માટેની સામગ્રી

૧ કપ મગની બાફેલી દાળ

૧/૨ કપ જીણી સમારેલી પાલક

૨ કપ ઘઉનો લોટ

૧ ચમચી આદું લસણની પેસ્ટ

૧/૪ ટી સ્પૂન હળદર

૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર

મીઠું સ્વાદ અનુસાર

તેલ જરૂર મુજબ

મુંગદાળ પરાઠા બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા પહોળા વાસણ માં ઘઉનો લોટ ચાળી લો. ત્યાર બાદ તેમાં બાફેલી મગની દાળ ઉમેરો. હવે તેને બરાબર મિક્સ કરો. હવે તેમાં પાલક, આદું લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું પાવડર, મીઠું, મોણ માટે તેલ નાખી બરાબર મિક્સ કરો. જો તમે ખાટુ ખાતા હોય તો જરૂર મુજબનું દહી પણ ઉમેરી શકો છો. બધી જ સામગ્રી મિક્સ કર્યા બાદ કણક બાંધો. જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી કણક બાંધો. હવે લોટને થોડીવાર માટે ઢાંકીને મૂકી દો. હવે તૈયાર કરેલ લોટમાંથી નાના નાના લૂઆ બનાવી પરોઠા વણી લો. આ દરમિયાન એક નોન સ્ટિક પેન ગરમ કરી લો. વણેલા પરાઠાને પેનમાં નાખી હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો. તો તૈયાર છે તમારા મુંગદાળ ના પરાઠા. તેને તમે ગ્રીન ચટણી કે ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો.

Next Story