/connect-gujarat/media/media_files/2025/11/07/utaapam-2025-11-07-16-20-06.jpg)
બાળકોના ટિફિન માટે રોજ કંઈક નવી અને હેલ્ધી વસ્તુ બનાવવાની ચિંતા દરેક મમ્મીઓને રહેતી હોય છે.
જો તમે પણ એ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવી રેસિપી, જે સ્વાદિષ્ટ પણ છે અને હેલ્ધી પણ. મિની ચીઝ ઉત્તપમ એક એવી વાનગી છે જે બનાવવામાં સહેલી, પૌષ્ટિક અને બાળકો માટે ટિફિનમાં આપવાની એક પરફેક્ટ પસંદગી છે. તેમાં રહેલા રવો, દહીં અને શાકભાજી બાળકોને એનર્જી આપે છે, જ્યારે ચીઝનો સ્વાદ તેમને ખુબ ગમે છે.
તે બનાવવા માટે પહેલા એક બાઉલમાં અડધો કપ રવો લો અને તેમાં બે ચમચી દહીં તથા 1/4 કપ પાણી ઉમેરીને મિક્સ કરો. તેને 10 મિનિટ માટે સાઇડમાં રાખો જેથી રવો ફૂલી જાય. હવે તેમાં ઝીણાં સમારેલા કાંદા, ટમેટાં અને શિમલા મરચાં ઉમેરો, સાથે મીઠું અને થોડું ઈનો ઉમેરીને બેટર તૈયાર કરો. ત્યારબાદ તવા પર થોડું તેલ લગાવી તેમાં નાના ઉત્તપમ રેડો. થોડા સમય પછી તેના ઉપર શાકભાજી અને ચીઝ નાખો અને ધીમા તાપે સેકો. બે મિનિટમાં ગરમાગરમ મિની ચીઝ ઉત્તપમ તૈયાર થઈ જશે. તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો — બાળકો ખુશ થઈ જશે અને તમે નિશ્ચિતપણે સંતોષ અનુભશો કે તમે તેમને હેલ્ધી નાસ્તો ખવડાવ્યો છે.