બજાર જેવા જ સોફ્ટ નાઇલોન ખમણ ઘરે બનતા નથી? તો આ રેસેપી નોંધી લો, બનશે એકદમ સોફ્ટ અને ફુલેલા...

ખમણ પોચા અને જાળીદાર બનતા નથી. જો તમે ઘરે બનાવો ત્યારે આ સમસ્યા થતી હોય તો અપનાવો આ અમારી રેસેપી

New Update
બજાર જેવા જ સોફ્ટ નાઇલોન ખમણ ઘરે બનતા નથી? તો આ રેસેપી નોંધી લો, બનશે એકદમ સોફ્ટ અને ફુલેલા...

ગુજરાતીઓ ફરસાણ ખાવાના શોખીન હોય છે. ફરસાણમાં તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. પરંતુ ફરસાણ બનાવટી વખતે જો માપનું બરાબર ધ્યાન રાખવામા આવે તો જ વાનગી પરફેકટ બને છે. આમ જો વાત કરવામાં આવે તો અનેક લોકોની ફરિયાદ હોય છે કે તેમના ખમણ પોચા અને જાળીદાર બનતા નથી. જો તમે ઘરે બનાવો ત્યારે આ સમસ્યા થતી હોય તો અપનાવો આ અમારી રેસેપી, ખમણ બનશે મસ્ત પોચા અને ફુલેલા....

નાઇલોન ખમણ બનાવવાની સામગ્રી:-

· 1 કપ ચણાની દાળ

· 1 ચમચી બેસન

· 1 ચમચી આદું લસણની પેસ્ટ

· 4 ચમચી ખાંડ

· અડધી ચમચી બેકિંગ સોડા

· 1 ચમચી રાય

· 1 ચમચી તલ

· 1 ચમચી લીંબુનો રસ

· હિંગ, મીઠા લીમડાના પાન

· લાંબા સમારેલા મરચાં

· કોથમીર

· જરૂર મુજબ તેલ

· સ્વાદ અનુસાર મીઠું

નાઇલોન ખમણ બનાવવાની રીત:-

· ખમણ ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ ચણાની દાળને સાફ કરી લો.

· પછી તેને 2 કલાક માટે પાણીમાં પલાળીને રાખો.

· 2 કલાક પછી દાળ માંથી પાણી અલગ કરી મિક્સર જારમાં લઈ લો.

· આ દાળને અધકચરી પીસી લો અને એક બાઉલમાં કાઢી લો.

· પછી એક ચમચી ચણાનો લોટ દાળમાં નાખીને મિક્સ કરી લો. સિક્રેટ એ છે કે તમારે આ ચમચીથી વધારે ચણાનો લોટ લેવાનો નથી.

· ત્યાર બાદ આ પેસ્ટમાં આદું મરચાની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો.

· પછી આ પેસ્ટમાં સ્વાદાનુસાર મીઠું નાખી મિક્સ કરો.

· બેટરમાં સોડા નાખો અને મિક્સ કરો. ત્યાર બાદ આ બેટરને 6 થી 7 કલાક માટે ઢાંકીને મૂકી દો. આમ કરવાથી બેટર સારી રીતે મિક્સ થઈ જશે.

· ત્યાર બાદ નક્કી કરેલા સમય પછી એક થાળીમાં બ્રશથી તેલ ગ્રીસ કરી લો.

· હવે બેટર નાખો અને થપથપાવો. આમ કરવાથી પ્રોપર સેટ થઈ જશે.

· એક મોટા વાસણમાં અડધો કપ પાણી ગરમ કરવા માટે મૂકો.

· પાણી ગરમ થઈ જાય પછી થાળી મૂકો અને ઉપરથી ઢાંકી દો.

· 15 મિનિટ માટે સ્ટીમ થવા દો.

· પછી થાળી બહાર કાઢો અને ચપ્પાની મદદથી ચેક કરી લો.