ઢાબા સ્ટાઇલના ટેસ્ટી ટેસ્ટી દાલ પાલક ઘરે બનાવો, સ્વાદથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે તો 1 નંબર.......

ગૃહિણીઓ માટે રોજનું એક ટેન્શન કે આજે જમવામાં શું બનાવવું, શેનું શાક બનાવવું. રસોડામાં જતાં જ આની ચિંતા થવા લાગે.

New Update
ઢાબા સ્ટાઇલના ટેસ્ટી ટેસ્ટી દાલ પાલક ઘરે બનાવો, સ્વાદથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે તો 1 નંબર.......
Advertisment

ગૃહિણીઓ માટે રોજનું એક ટેન્શન કે આજે જમવામાં શું બનાવવું, શેનું શાક બનાવવું. રસોડામાં જતાં જ આની ચિંતા થવા લાગે. જો તમને પણ આવું થતું હોય તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક મસ્ત અને ટેસ્ટી રેસેપી દાલ પાલક. દાલ પાલક જો તમે આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટનો પણ સ્વાદ ભૂલી જશો. દાલ પાલક સ્વાદની સાથે સાથે પ્રોટીનથી પણ ખૂબ જ ભરપૂર છે. આ રેસેપી નાના નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો ચાલો ફટાફટ નોંધી લો દાલ પાલક બનાવવાની રીત.,..

Advertisment

દાલ પાલક બનાવવાની સામગ્રી

· 2 કપ મગની દાળ

· 1 બાઉલ સમારેલી પાલક

· 1 જીણું સમારેલું ટામેટું

· 2 થી 3 ચમચી ઘી

· 1 તજનો ટુકડો

Advertisment

· 2 ચમચી રાય

· 2 ચમચી ક્રશ કરેલું આદું

· 3 ચમચી ક્રશ કરેલું લસણ

· 1 ચમચી લાલ મરચું પાવડર

· 2 થી 3 ચમચી ધાણાજીરુનો પાવડર

· 1 ચમચી ગરમ મસાલો

Advertisment

· 1 ચમચી લીંબુનો રસ

· સ્વાદ અનુસાર મીઠું

દાળ પાલક બનાવવાની રીત

· દાળ પાલક બનાવવા માટે સૌ પ્રથમ મગની દાળને સાફ કરીને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.

· ત્યાર બાદ પાલકને સારા પાણીથી ધોઈને તેના જીણી સમારી નાખો.

· હવે એક કુકર લઈ તેમાં ઘી ઉમેરો, ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, તજ અને લીમડો ઉમેરો.

· ત્યાર બાદ ટેમે આદું મરચાની પેસ્ટ નાખીને બરાબર સાંતળી લો. ત્યાર બાદ તેમાં જીણું સમારેલી ટામેટું નાખો.

· હવે તેમાં બધા જ મસાલા એડ કરો, લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરો.

· હવે તેમાં લીંબુનો રસ એડ કરીને બરાબર હળવી લો.

· ત્યાર બાદ તેમાં પાલક નાખીને મિક્સ કરો. ત્યાર બાદ મગની દાળ નાખીને મિકસ કરો.

· હવે થોડું પાણી નાખીને કુકરનું ઢાંકણ બંધ કરીને 2 થી 3 સિટી વગાડો.

· ત્યાર બાદ ગેસ બંધ કરીને ઢાંકણ ખોલીને પ્લેટમાં સર્વ કરો.

· તો તૈયાર છે દાળ પાલક

· આને તમે ભાત અને રોટલી સાથે પણ ખાઈ શકો છો.

Latest Stories