Connect Gujarat
વાનગીઓ 

બાળકો માટે ઘરે બનાવો વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ, નોંધી લો સરળ રેસેપી....

બાળકોને નાસ્તામાં અલગ અલગ વસ્તુઓ ખૂબ જ પસંદ આવતી હોય છે. ઘણી વાર બાળકો સમયાંતરે ખાવા માટે કઈક નવીન વાનગીઓની માંગ કરતાં રહેતા હોય છે.

બાળકો માટે ઘરે બનાવો વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ, નોંધી લો સરળ રેસેપી....
X

બાળકોને નાસ્તામાં અલગ અલગ વસ્તુઓ ખૂબ જ પસંદ આવતી હોય છે. ઘણી વાર બાળકો સમયાંતરે ખાવા માટે કઈક નવીન વાનગીઓની માંગ કરતાં રહેતા હોય છે. પરંતુ આવી સ્થિતિમાં રોજ રોજ તેને નવું શું બનાવી દેવું તેવી મુંજવણ અનુભવતી હોય છે, તો આજે અમે તમારા બાળકો માટે લઈને આવી ગયા છીએ વેગ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ. જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. આ બનાવવી પણ ખૂબ જ સરળ છે. આ વાનગી 10j મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસેપી....

વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ બનાવવાની સામગ્રી

· 4 સ્લાઈસ બ્રેડ

· 1 ચમચી ચાટ મસાલો

· મીઠું સ્વાદ અનુસાર

· 4 થી 6 ચમચી મેયોનીઝ

· 2 ચમચી માખણ

· કોબી અડધો કપ

· ગાજર અડધો કપ

· ડુંગળી અડધો કપ

· કેપ્સિકમ અડધો કપ

· 2 સ્લાઈસ ચીઝ

વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ બનાવવાની રીત

· વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા બ્રેડ લો.

· ત્યાર બાદ બધી જ બ્રેડમાંથી તેની કિનારીઓ દૂર કરો.

· હવે આ બ્રેડ પર બટર લગાવો અને ત્યાર બાદ તેને સાઇડમાં મૂકી દો.

· હવે એક બાઉલમાં બધી જ શાકભાજી કોબી, ગાજર, ડુંગળી અને કેપ્સિકમ ઉમેરીને મિક્સ કરી લો.

· હવે આ બધી જ શાકભાજીમાં મેયોનીઝ, મીઠું અને ચાટ મસાલો ઉમેરો.

· હવે બ્રેડ પર શાકભાજીને પાથરો અને તેના પર ચિઝના ટુકડા ઉમેરો, હવે તેના પર બીજી એક બ્રેડ ઢાંકી દો.

· ત્યાર બાદ આ બ્રેડ પર માખણ લગાવીને તેને તવા પર શેકી લો.

· તમારી વેઝ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ તૈયાર છે. તેને ગરમાગરમ સર્વ કરો.

Next Story