રીંગણના સ્વાદિષ્ટ રવૈયા બનાવવાની રીત :

રીંગણના રવૈયા  ગુજરાતી લોકોને ખૂબ પ્રિય છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. તો ચાલો નોંધી લો રેસીપી. 

New Update
આરઆરઆર

રીંગણના રવૈયા  ગુજરાતી લોકોને ખૂબ પ્રિય છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. તો ચાલો નોંધી લો રેસીપી. 

સામગ્રીમાં જોઈશે : 
 શિંગદાણાનો ભૂકો, બેસન, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર, આદુની પેસ્ટ, લસણ ની પેસ્ટ, લીલાં મરચાંની પેસ્ટ, તેલ, લીલા ધાણા, નાના રીંગણ, બટાકા, તેલ, રાઈ, જીરું, હિંગ
ટામેટુ, પાણી, લીલા ધાણા, લીલું લસણ. 

બનાવવાની રીત : 

પહેલા રીંગણમાં ભરવા ફીલિંગ માટેની બધી સામગ્રી એક વાસણમાં ભેગી કરીને હલાવી લો હવે રીંગણ ને ધોઈને ડીચા વાળો ભાગ રહે એ રીતે સાફ કરી લેવા.

હવે નીચેના ભાગ તરફથી બે કાપા મુકવા પરંતુ રીંગણ આખું રહે તેનું ધ્યાન રાખવું. આ રીતે બધા રીંગણ તૈયાર કરી લેવા. બટાકા ને ધોઈને છોલી ને મોટા ટુકડા કરી લેવા.

જો નાના બટાકા હોય તો તેને છોલીને એમાં પણ બે કાપ મૂકવા અને બટાકા રહે એ વાતનું ધ્યાન રાખવું. તૈયાર કરેલા મસાલાથી રીંગણ અને બટાકા ને ભરી લેવા.

કુકરમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે જીરું અને હિંગ ઉમેરી બારીક સમારેલા ટામેટાં ઉમેરવા. ટામેટા માં થી તેલ છૂટું પડે એટલે ભરેલા રીંગણ અને બટાકા ઉમેરી વધેલો મસાલો પણ ઉમેરી દેવો

. હવે તેમાં  પાણી ઉમેરવું, જો વધારે રસો પસંદ હોય તો વધારે  પાણી પણ ઉમેરી શકાય. કુકર બંધ કરીને મીડીયમ તાપ પર થવા દો. ત્યારબાદ કુકર ને એની જાતે ઠંડું થવા દેવું. તૈયાર થયેલા રવૈયા પર લીલા ધાણા અને લીલું લસણ ભભરાવવું.તો તૈયાર છે સ્વાદિષ્ટ રવૈયા. 

Latest Stories