Connect Gujarat
વાનગીઓ 

વિકેન્ડ પર બનાવવા માંગો છો delicious સ્નેક, ટ્રાઈ કરો મેંગો ખસતા કચોરી

મેંગો ખસતા કચોરી ખૂબ જ સ્વાદિસ્ટ અને મજેદાર લાગે છે. દરેકને તેનો સ્વાદ ખૂબ જ ગમશે. તો ચાલો જાણીએ બનાવવાની રેસેપી

વિકેન્ડ પર બનાવવા માંગો છો delicious સ્નેક, ટ્રાઈ કરો મેંગો ખસતા કચોરી
X

કેરી એ સિઝનલ ફળ છે. જે વિટામિન સી ના ગુણોનો ભંડાર છે. તેથી લોકો સામાન્ય રીતે કેરીનું સલાડ,શેક અને ઠંડાઈ બનાવીને કેરીનું સેવન કરવાનું પસંદ કરે છે. પણ શું તમે ક્યારેય મેંગો ખસતા કચોરીનો સ્વાદ ચાખ્યો છે? જો નહીં તો આજે અમે તમારા માટે મેંગો ખસતા કચોરી બનાવવાની રેસેપી લઈને આવ્યા છીએ. મેંગો ખસતા કચોરી ખૂબ જ સ્વાદિસ્ટ અને મજેદાર લાગે છે. દરેકને તેનો સ્વાદ ખૂબ જ ગમશે. તો ચાલો જાણીએ બનાવવાની રેસેપી

મેંગો ખસતા કચોરી બનાવવાની સામગ્રી:-

૨ કપ મેંદો

૨ ચમચી તેલ

મીઠું સ્વાદ અનુસાર

સ્ટફિંગ માટે મગની દાળ ૧/૨ કપ (૨ કલાક પલાળેલી )

લીલા ધાણા ૧ ચમચી

લીલું મરચું ૧

ધાણા જીરું પાવડર ૧ ચમચી

વરિયાળી પાવડર ૧ ચમચી

લાલ મરચું પાવડર ૧/૪ ચમચી

એક ચપટી હિંગ

આદું પાવડર ૧/૨ ચમચી

ગરમ મસાલો ૧/૪ ચમચી

જીરૂ ૧/૪ ચમચી

સજાવટ માટે શેકેલી દાળ ૧ ચમચી

રાંધેલી કેરીની ચટણી ૧ કપ

લીલી ચટણી ૧ ચમચી

પાકી કેરી ૧ મોટી ચમચી

નાની કાપેલી પાકી કેરી

ગાર્નિસ માટે સેવ

બનાવવાની રીત

· સૌ પ્રથમ એક બાઉલ લો.

· તેમાં જરૂર મુજબ લોટ, મીઠું, તેલ અને પાણી નાખી નરમ લોટ બાંધી લો.

· આ પછી લોટને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકીને સેટ થવા મૂકી દો.

· ત્યાર બાદ પલાળેલી મગની દાળને મિકસરમાં નાખીને કરકરી પીસી લો.

· આ પછી દાળ ને એક તપેલી માં કાઢી બાકીના મસાલાની સાથે નાખીને ફ્રાઈ કરી લો.

· ત્યાર બાદ લોટના ગોળા બનાવી લો અને પૂરીઓની જેમ રોલ કરો. આ પછી તેમાં મગની દાળ ભરી બાજુ પર મૂકી દો.

· પછી એક કઢાઈમાં તેલ ગરમ કરો.

· આ પછી તેમાં કચોરી નાખી બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.

· તો તૈયાર છે ખસતા મેંગો કચોરી. તેને સેવા ને કેરીની ચટણી સાથે સર્વ કરો.

Next Story