પિસ્તા બરફી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સ્વીટ એટલી મસ્ત હોય છે કે આ ખાશો તો તમને બીજી કોઈ પણ સ્વીટ ખાવાનું મન નહીં થાય. પિસ્તા બરફી એ એક ઉત્તમ સ્વીટ ડિશ છે જેને તમે મહેમાનો ને પણ સર્વ કરી શકો છો. આ બરફીને તમે ખાસ દિવસો કે નિયમિત દિવસોમાં પણ બનાવી શકો છો. આ બરફીની સેલ્ફ લાઈફ લાંબી છે તેને તમે હવા ચુસ્ત ડબ્બામાં ભરીને મૂકી શકો છો. હવે તમારે તેને માર્કેટમાંથી ખરીદવાની જરૂર નથી કારણ કે આજે અમે તેને ગહરે બનાવવાની રેસેપી લઈને આવી ગયા છીએ તો નોંધી લો તેને ઘરે બનાવવાની રેસેપી...
પિસ્તા બરફી બનાવવાની સામગ્રી:-
· 1 કપ પિસ્તા
· ½ કપ કાજુ
· ½ ચમચી ચોકલેટ પાવડર
· 1 ચમચી મધ
· 2 ચમચી તેલ
· 1 ચપટી મીઠું
· 3 ખજૂર
પિસ્તા બરફી બનાવવાની રીત:-
· સ્વાદમાં એકદમ બેસ્ટ અને હેલ્ધી પિસ્તા બરફી બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ મૂકી પિસ્તાને 1 થી 2 મિનિટ માટે શેકી લો.
· ત્યારે બાદ 1 થી 2 મિનિટમાં પિસ્તા શેકાઈ જશે હવે તેને મિકસરમાં નાખી બરાબર પીસી લો.
· આ જ રીતે કાજુ અને ખજૂરને પણ મિકસરમાં નાખીને પીસી લો.
· હવે આ પિસ્તાની પેસ્ટ સાથે કાજુ અને ખજૂરની પેસ્ટ, મધ, મીઠું અને ચોકલેટ પાવડર નાખી બરાબર બધુ મિક્સ કરી લો.
· હવે તેને બરફીના આકારમાં કાપી લો. તૈયાર છે પિસ્તાની બરફી....