ગરમીની મોસમમાં માણો તરબૂચનું ઠંડુ ઠંડુ આઇસ્ક્રીમ, ઘરે બનાવવું એકદમ સરળ

તરબૂચનું આઇસ્ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ તરબૂચની છાલ કાઢી કટકા કરી લેવા. ત્યાર બાદ મિકસર જારમાં નાખી પીસીને તેનું જ્યુસ તૈયાર કરી લેવું..

ગરમીની મોસમમાં માણો તરબૂચનું ઠંડુ ઠંડુ આઇસ્ક્રીમ, ઘરે બનાવવું એકદમ સરળ
New Update

આ ઉનાળાની કાળજાળ ગરમીમાં કઈક ઠંડુ ઠંડુ ખાવાનું મળી જાય તો મજા પડી જાય નહિ.. તમે અનેક પ્રકારના અને અનેક ફ્લેવર વાળા આઇસ્ક્રીમ ખાધા હશે કે જે તમને ઠંડકનો અનુભવ કરાવે. પણ આજે આપણે ઉનાળામાં સૌના ફેવરિટ ફ્રૂટ તરબૂત નું આઇસ્ક્રીમ બનાવીશું જે એકદમ ટેસ્ટી લાગશે.

તરબુચનું આઇસ્ક્રીમ બનાવવાની સામગ્રી:-

400ml વ્ફિપિંગ ક્રીમ

ત્રણ કપ તરબૂચ નું જ્યુશ

¾ કન્ડેસ મિલ્ક

1 ચમચી વેનીલા એસેન્સ

1 થી 2 ચમચી ગુલાબજળ

4 થી 5 શેકેલ પિસ્તા ની કતરણ

1 થી 2 ટીપાં ગુલાબી ફૂડ કલર

તરબુચનું આઇસ્ક્રીમ બનાવવાની રીત

1. તરબૂચનું આઇસ્ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ તરબૂચની છાલ કાઢી કટકા કરી લેવા. ત્યાર બાદ મિકસર જારમાં નાખી પીસીને તેનું જ્યુસ તૈયાર કરી લેવું ત્યાર બાદ તેને ગરણી વડે ગાળીને 3 કપ તરબૂચનું જ્યુસ તૈયાર કરો

2. હવે જ્યુસ ને કઢાઈમાં નાખો અને ગેસ ચાલી કરીને હલાવતા રહી ઘટ્ટ કરી લો. જ્યુસ અડધો થાય ત્યાં સુધી ચલાવો અને એકદમ ઘટ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી લો. તેને એક અલગ વાસણમાં કાઢી ને ઠંડો થવા દો. હવે ઠંડા કરેલ જ્યુસમાં કન્ડેસ મિલ્ક, ગુલાબ જળ અને વેનીલા એસેન્સ નાખી બરાબર મિક્સ કરી લો.

3. હવે બીજા વાસણમાં વ્ફિપિંગ ક્રીમ લો અને તેને હાથ વ્હિસપર વડે બરાબર ફેટી લો અથવા બ્લેન્ડર વડે ફેટીને એકદમ સ્મૂધ કરી લો.

4. ત્યાર બાદ તેમાં તરબૂચ વાળું જ્યુસ નાખી બરાબર મિક્સ કરી લો સાથે એમાં ગુલાબી કે લાલ ફૂડ કલર અને શેકેલ પિસ્તાની કતરણ નાખી મિક્સ કરો.

5. તૈયાર મિશ્રણ ને એરટાઈટ ડબ્બામાં ભરી ડબ્બો બંધ કરી ફ્રિજરમાં મૂકી ને બાર થી પંદર કલાક અથવા આખી રાત કે 24 કલાક જામવાં મૂકી દો. જ્યારે આઇસ્ક્રીમ બરાબર જામી જાય એટલે બહાર કાઢી તેના પર પિસ્તા ની કતરણ અને તરબૂચના જીણા કટકાથી ગાર્નીસ કરો, તો તૈયાર છે તરબુચ નો આઇસ્ક્રીમ

#GujaratConnect #ice cream #Watermelon #તરબૂચ #આઇસ્ક્રીમ #Watermelon Ice Cream #તરબુચનું આઇસ્ક્રીમ #આઇસ્ક્રીમ બનાવવાની રીત #Saffron ice cream Recipe
Here are a few more articles:
Read the Next Article