Connect Gujarat
વાનગીઓ 

શું તમે એક પ્રકારનો નાસ્તો ખાઈને કંટાળી ગયા છો, તો બનાવો આ હેલ્ધી અને ટેસ્ટી વાનગી

સામાન્ય પુડલાના સ્વાદથી કંટાળી ગયા હશો. તો આવી સ્થિતિમાં આજે જ ટ્રાય કરો પનીર મગ દાળના પુડલા.

શું તમે એક પ્રકારનો નાસ્તો ખાઈને કંટાળી ગયા છો, તો બનાવો આ હેલ્ધી અને ટેસ્ટી વાનગી
X

દરરોજ સવારમાં નાસ્તામાં શું બનાવવું તે એક વિચાર થતો હોય છે, અને ખાસ કરીને મગજમ કઈક તરત જ બની જાય એવું વિચારતા હોઈએ છીએ, અને ક્યારેક સાંજે પણ હળવું ખાવાનું મન થાય ત્યારે ઉપમા, ભેળ અથવા તો પુડલા જ મગજમાં આવતા હોય છે, અને પુડલા એક લોકપ્રિય વાનગી છે જે બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પસંદ હોય છે. તે બનાવવું ખૂબ જ સરળ છે અને તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ખૂબ ઓછી છે. પરંતુ અત્યાર સુધીમાં તમે સોજી અથવા ચણાના લોટમાંથી બનેલા સામાન્ય પુડલાના સ્વાદથી કંટાળી ગયા હશો. તો આવી સ્થિતિમાં આજે જ ટ્રાય કરો પનીર મગ દાળના પુડલા.

સામગ્રી :-

બે કપ મગની દાળ,અડધો કપ ચોખા,લીલું મરચું, આદુ, લીલા ધાણા, સ્વાદ મુજબ મીઠું, ચીઝ, મસાલા, મરચું પાવડર, તજ પાવડર, ગરમ મસાલા, ગાજર, બીટ, કોથમીરની ચટણી, તેલ

પનીર મગ દાળ પુડલાની રીત :-

સૌ પ્રથમ પહેલા મગની દાળ અને ચોખાને બનાવ્યાના ચાર કલાક પલાળી રાખો. ત્યારબાદ પલાળેલી મગની દાળ, લીલા મરચાં, પલાળેલા ચોખા અને આદુના નાના ટુકડાને એકસાથે મિક્સરમાં પીસીને ચીલાની પેસ્ટ બનાવી લો. હવે બેટરમાં ઝીણી સમારેલી કોથમીર અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

ત્યાર પછી એક બાઉલમાં ચીઝને છીણી લો. તેમાં ચાટ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું, તજ પાવડર, ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તવાને ગેસ પર મૂકો અને તે ગરમ થાય પછી તેમાં તેલ ઉમેરો અને તેના પર એક ટેબલસ્પૂન બેટર ફેલાવો.

પુડલા હળવા શેકાઈ જાય પછી તેના પર કોથમીરની ચટણી ફેલાવો અને છીણેલું ગાજર અને બીટ પણ ફેલાવો. તેના પર તેલ લગાવો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ચડવા દો. હવે તેના પર ચીઝનું મિશ્રણ મૂકો અને તેને એકવાર ફોલ્ડ કરો. તેને 2 થી 3 મિનિટ સુધી ચડવા દો. તૈયાર છે મગની દાળ પનીર પુડલા તેને કોથમીરની ચટણી સાથે સર્વ કરી શકાય છે.

Next Story