Connect Gujarat
વાનગીઓ 

ઘરે જ તૈયાર કરો સ્વાદિષ્ટ દૂધીની ખીર, તેની રેસીપી છે ખૂબ સરળ...

દૂધીની ખીર એક એવી વાનગી છે કે બાળકો પણ તેને સ્વાદથી ખાશે.

ઘરે જ તૈયાર કરો સ્વાદિષ્ટ દૂધીની ખીર, તેની રેસીપી છે ખૂબ સરળ...
X

નાનાથી લઈને મોટા ઘણાને દૂધીનું નામ પડે ત્યાં જ મોં બગાડતાં હોય છે,પરંતુ જો તેમાથી વાનગી બનાવવામાં આવે તો તે ભાવે છે,અને દૂધી સ્વાસ્થય માટે વધુ ફાયદાકારક માનવમાં આવે છે, અને દૂધીમાથી વાળનું તેલ પણ બનાવાય છે, આવી સ્થિતિમાં, દૂધીની ખીર એક એવી વાનગી છે કે બાળકો પણ તેને સ્વાદથી ખાશે. તમે ખીરમાં ચોખાની, સેવયા એતો ખાતા જ હોવ છે, આ સિવાય જો તમે પણ દર વખતે એક જ શિયાળા દરમિયાન દૂધીનો હલવો ખાતા હશો, પરંતુ તમે આ સ્વાદિષ્ટ દૂધીની ખીર બનાવવાનો પ્રયાસ કરી શકો છો. જાણો તેને બનાવવાની સરળ રેસિપી.

સામગ્રી :-

દૂધી - 1/2 કિગ્રા, ઘી - 2 ચમચી, કાજુ - 2 ચમચી, કિસમિસ - 2 ચમચી, દૂધ - 1 લિટરદૂધીની ખીર એક એવી વાનગી છે કે બાળકો પણ તેને સ્વાદથી ખાશે.

નાની એલચી – 2, બદામ - 2 ચમચી, ખાંડ - 1/2 કપ

બનાવવાની રીત :-

દૂધીની ખીર બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં દૂધ નાખીને મધ્યમ આંચ પર ઉકાળો. હવે દૂધીને ધોઈ લો અને તેની છાલ ઉતારી લો. આ પછી, છીણેલી દૂધી માંથી બધુ જ વધારાનું પાણી કાઢી લો અને તેને અલગ કરો. આ પછી એક તપેલી લો, તેમાં ઘી નાખીને ગરમ કરો. હવે તેમાં છીણેલી દૂધી ઉમેરો અને 10-15 મિનિટ માટે ફ્રાય કરો. હવે ઉકળતા દૂધમાં ઘી, ખાંડ અને ઈલાયચી નાખીને મિક્સ કરો. આ પછી કિસમિસ અને તમારા મનપસંદ અન્ય ડ્રાયફ્રુટ્સ ઉમેરો. હવે હલાવતી વખતે, તેને મધ્યમ તાપ પર લગભગ 10-15 મિનિટ સુધી તે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. આ પછી, ગેસ બંધ કરો, અને ખીરને થોડી ઠંડી થવા માટે છોડી દો. હવે તેને એક બાઉલમાં કાઢીને ફ્રીજમાં ઓછામાં ઓછા 1-2 કલાક માટે ઠંડુ થવા માટે રાખો. બસ, તૈયાર છે તમારી સ્વાદિષ્ટ દૂધીની ખીર.

Next Story