Connect Gujarat
વાનગીઓ 

તમે સાદી પૂરી,ફરસી પૂરી તો બનાવતા જ હસો, તો આજે ઘરે જ બનાવો આ મેથીની પૂરી

શિયાળામાં આપણા આહારમાં ઘણા પ્રકારના લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ થાય છે.

તમે સાદી પૂરી,ફરસી પૂરી તો બનાવતા જ હસો, તો આજે ઘરે જ બનાવો આ મેથીની પૂરી
X

શિયાળામાં આપણા આહારમાં ઘણા પ્રકારના લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ થાય છે. ખાસ કરીને મેથી,પાલક,તાંદળજાની ભાજી વગેરે શિયાળામાં હેલ્થ માટે સારી માનવમાં આવે છે અને આ બધી શાકભાજીનો ઉપયોગ સૂપ,સલાડ, અને થેલાપા વગેરે બનાવવા માટે થાય છે, તેમાય મેથી આ શાકભાજીમાંથી એક છે, જેને લોકો ઘણી રીતે ખાવાનું પસંદ કરે છે. મેથી પુરી તેને તમારા આહારમાં સામેલ કરવાની એક સરસ રીત છે. તમે તેને સરળતાથી બનાવી શકો છો અને તેનો આનંદ લઈ શકો છો.

મેથીની પૂરી માટેની સામગ્રી :-

2 કપ ઘઉંનો લોટ, 1 કપ તાજી મેથી, 1 ચમચી સૂકી મેથી, એક ચપટી હીંગ,1/4 ચમચી હળદર પાવડર, 1/4 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી અજમો, 1/3 કપ પાણી, 3 ચમચી તેલ,સ્વાદ મુજબ મીઠું, તેલ (તળવા માટે)

મેથીની પૂરી માટેની રીત :-

સૌ પ્રથમ લોટ, હિંગ, હળદર, લાલ મરચું પાવડર,અજમાને અને મીઠું એકસાથે મિક્સ કરો.

પછી તેમાં તાજી/સૂકી મેથી ઉમેરો, થોડી માત્રામાં પાણી ઉમેરો અને લોટ બાંધવાનું શરૂ કરો.

હવે તેમાં તેલ ઉમેરો અને પછી લોટ બાંધ્યા પછી, તેને 20-30 મિનિટ માટે ઢાકીને મૂકી રાખો,

આ પછી, કણકને નાના બોલમાં તોડીને ગોળ આકારમાં ફેરવો અને તેને ડીપ ફ્રાય કરો.

આ રીતે તૈયાર છે મેથી પુરી. તેને અથાણું , શાક અથવા ચા સાથે સર્વ કરી શકાય છે.

Next Story