Connect Gujarat
વાનગીઓ 

સાંજના નાસ્તામાં કઈક અલગ બનાવવા માંગતા હોય તો ટ્રાય કરો ચીલી ચીઝ ટોસ્ટ, એકદમ ક્રિસ્પી બનશે....

સાંજે લોકોને નાસ્તા માટે કઈકને કઈક અલગ વસ્તુઓ જોઈતી જ હોય છે તો આજે તમારા માટે એક નવી રેસેપી લઈને આવ્યા છીએ

સાંજના નાસ્તામાં કઈક અલગ બનાવવા માંગતા હોય તો ટ્રાય કરો ચીલી ચીઝ ટોસ્ટ, એકદમ ક્રિસ્પી બનશે....
X

સાંજે લોકોને નાસ્તા માટે કઈકને કઈક અલગ વસ્તુઓ જોઈતી જ હોય છે તો આજે તમારા માટે એક નવી રેસેપી લઈને આવ્યા છીએ, ચાલો જાણી લઈને તેને બનાવવાની સરળ રીત...

નાસ્તામાં ચા ને બિસ્કિટ ખાઈને લોકો બોરિંગ થઈ જાય. તેથી કઈક અલગ અજવામવા માંગતા હોય તો ચીલી ચીઝ ટોસ્ટની રેસેપી બેસ્ટ છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને નાના બાળકોથી માંડીને મોટા બધા લોકોને પસંદ આવે છે.

ચીલી ચીઝ ટોસ્ટ બનાવવાની સામગ્રી

· 4 સ્લાઈસ બ્રેડ

· 1 નંગ કેપ્સિકમ

· 3 નંગ લીલા મરચાં

· 1 ચમચી માખણ

· ચીઝ જરૂર મુજબ

· 1 ચમચી કોથમીર

· 3 કળી લસણની

ચીલી ચીઝ ટોસ્ટ બનાવવાની રીત

સૌ પ્રથમ કેપ્સીકમ, લીલા મરચા, કોથમીર અને લસણ લઈ તેના નાના નાના ટુકડા કરી લો.

પછી એક બાઉલમાં બટર અને ચીઝ નાખો.

પછી તેમાં લીલા મરચાં, લસણ, કોથમરી અને કેપ્સિકમ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

હવે આ મિશ્રણમાં સ્વાદ અનુસાર પરમેસન ચીઝ ઉમેરો.

પછી એક નોન સ્ટિક પેન લો અને તેમાં બ્રેડના ટુકડા નાખી એક બાજુથી ધીમી આંચ પર શેકી લો.

જ્યારે બ્રેડના ટુકડા શેકાય જાય ત્યારે તૈયાર મિશ્રણને બ્રેડ પર ફેલાવો. ધ્યાન રાખો કે આ મિશ્રણને જે બાજુથી બ્રેડ શેકવામાં આવે છે તે બાજુ પર લગાવો.

પછી એક કડાઈમાં માખણ નાંખો અને બ્રેડના ટુકડાને ધીમી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.

તૈયાર છે સ્વાદિષ્ટ ચીલી ચીઝ બ્રેડ ટોસ્ટ.

તમે તેને લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો.

Next Story