જો તમે મીઠાઈમાં કંઈક અલગ અને ટેસ્ટી ટ્રાય કરવા માંગતા હોવ તો આ વખતે બનાવો નારિયેળની રબડી...

ઘણીવાર એક જ પ્રકારની મીઠાઈઓ ખાવાનો કંટાળો આવે છે.

New Update
જો તમે મીઠાઈમાં કંઈક અલગ અને ટેસ્ટી ટ્રાય કરવા માંગતા હોવ તો આ વખતે બનાવો નારિયેળની રબડી...

આ ઉનાળા દરમિયાન એક તો ઠંડુ ખાવાનું લોકો વધારે પસંદ કરતાં હોય છે, ઠંડાપીણા, આઇસ ક્રીમ, ગોલા, કેન્ડી વગેરે અને ઘણા લોકોને મીઠાઈ ખૂબ ભાવતિ હોય છે છે. જો કે, ઘણીવાર એક જ પ્રકારની મીઠાઈઓ ખાવાનો કંટાળો આવે છે. તો આવી સ્થિતિમાં, જો તમે મીઠાઈમાં કંઈક અલગ અને સ્વાદિષ્ટ શોધતા હોવ તો નારિયેળ રબડીની સરળ રેસિપી જાણી લો.

Advertisment

સામગ્રી :-

1 લીટર ફુલ ક્રીમ દૂધ, 1/2 કપ છીણેલું નારિયેળ, 1/2 કપ ખોયા, ખાંડ (સ્વાદ મુજબ) સમારેલી બદામ, કાજુ, પિસ્તા અને એલચી, 10 કેસરના દોરા, ગુલાબની પાંખડીઓ (ગાર્નિશ માટે)

બનાવવાની રીત :-

સૌથી પહેલા એક નાના બાઉલમાં 10-15 કાજુને ગરમ પાણીમાં પલાળી દો. તેને 15 મિનિટ માટે બાજુ પર રાખો. આ દરમિયાન એક તપેલી લો અને તેમાં ફુલ ક્રીમ મિલ્ક નાખો. તે ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરતા રહો. જ્યારે આવું થાય, ત્યારે ગેશની ફ્લેમ ધીમી કરો અને દૂધ 3/4 જથ્થા સુધી ઘટે ત્યાં સુધી રાંધવાનું ચાલુ રાખો. ધ્યાન રાખો કે તેને હલાવતા રહો જેથી તે તવા પર ચોંટી ન જાય.

આ સમયે દૂધમાં કેસરના દોરા અને ખોયા નાખો. તેને થોડીવાર હલાવતા રહો અને તપેલીની બાજુઓ પર જે પણ ચોંટે છે તેને કાઢી લો. આ પછી, એક મિક્સર લો અને પલાળેલા કાજુને ઝીણી પેસ્ટ બને ત્યાં સુધી બ્લેન્ડ કરો. હવે આ મિશ્રણમાં ખાંડ અને છીણેલું નારિયેળ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને દૂધ ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી હલાવતા રહો. તેમાં કાજુની પેસ્ટ ઉમેરો અને જ્યાં સુધી તે પાકી ન જાય ત્યાં સુધી તેને રાંધતા રહો. પછી આ મિશ્રણમાં એલચીનો ભૂકો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. અને હવે ઠંડુ કરવા એક બાજુ પર મૂકી દો. નાળિયેર રબડીને સર્વિંગ બાઉલમાં પથરી અને ગુલાબની પાંખડીઓ અને સમારેલા બદામથી ગાર્નિશ કરો. તો તૈયાર છે, નાળિયેરની રાબડી તમે તેને જલેબી અથવા ગુલાબ જામુન સાથે પણ સર્વ કરી શકો છો.

Advertisment