સાંજના નાસ્તામાં કંઈક અલગ અજમાવવા માંગતા હોવ તો ટ્રાઈ કરો ચીલી ચીઝ ટોસ્ટની રેસીપી

સાંજે મોટાભાગના લોકોને ચા સાથે બિસ્કીટ કે સમોસા ખાવાનું પસંદ હોય છે. પરંતુ જો તમે કંઈક અલગ અજમાવવા માંગતા હોવ તો ચીલી ચીઝ ટોસ્ટની રેસીપી શ્રેષ્ઠ વિકલ્પ છે.

New Update
સાંજના નાસ્તામાં કંઈક અલગ અજમાવવા માંગતા હોવ તો ટ્રાઈ કરો ચીલી ચીઝ ટોસ્ટની રેસીપી

સાંજે મોટાભાગના લોકોને ચા સાથે બિસ્કીટ કે સમોસા ખાવાનું પસંદ હોય છે. પરંતુ જો તમે કંઈક અલગ અજમાવવા માંગતા હોવ તો ચીલી ચીઝ ટોસ્ટની રેસીપી શ્રેષ્ઠ વિકલ્પ છે. તે બનાવવામાં ખૂબ જ સરળ છે, જે બાળકો અથવા પુખ્ત વયના લોકો ખાઈ શકે છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી.

સામગ્રી

બ્રેડ – 4 સ્લાઇસ

કેપ્સીકમ – 1 નંગ

લીલા મરચા – 3 નંગ

માખણ – 1 ચમચી

પરમેસન ચીઝ – જરૂર મુજબ

કોથમરી – 1 ચમચી

લસણ – 3 કળી

બનાવવાની રીત

સૌ પ્રથમ કેપ્સીકમ, લીલા મરચા, કોથમીર અને લસણ લઈ તેના નાના નાના ટુકડા કરી લો.

પછી એક બાઉલમાં બટર અને ચીઝ નાખો.

પછી તેમાં લીલા મરચાં, લસણ, કોથમરી અને કેપ્સિકમ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

હવે આ મિશ્રણમાં સ્વાદ અનુસાર પરમેસન ચીઝ ઉમેરો.

પછી એક નોન સ્ટિક પેન લો અને તેમાં બ્રેડના ટુકડા નાખી એક બાજુથી ધીમી આંચ પર શેકી લો.

જ્યારે બ્રેડના ટુકડા શેકાય જાય ત્યારે તૈયાર મિશ્રણને બ્રેડ પર ફેલાવો. ધ્યાન રાખો કે આ મિશ્રણને જે બાજુથી બ્રેડ શેકવામાં આવે છે તે બાજુ પર લગાવો.

પછી એક કડાઈમાં માખણ નાંખો અને બ્રેડના ટુકડાને ધીમી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.

તૈયાર છે સ્વાદિષ્ટ ચીલી ચીઝ બ્રેડ ટોસ્ટ.

તમે તેને લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો.